ગુજરાતમાં ટુરિસ્ટની સંખ્યા 5 કરોડના આંકને વટાવી જશે

PC: indiatimes.com

ગુજરાતમાં પ્રવાસીઓનું આકર્ષણ વધતું જાય છે. છેલ્લે નોંધાયેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ટુરિસ્ટની સંખ્યા વધીને 4.75 કરોડ થઇ છે. 2019ના માર્ચ મહિના સુધી ટુરિસ્ટની સંખ્યા પાંચ કરોડને પાર થાય તેવી સંભાવના છે. આ વર્ષે ટુરિસ્ટની સંખ્યામાં 18 ટકાનો વધારો થઇ શકે છે. પ્રવાસન વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે 2007ના વર્ષમાં ગુજરાતમાં ટુરિસ્ટની સંખ્યા 1.23 કરોડ હતી. એક વર્ષમાં આટલા લોકો ગુજરાતમાં ફરવા માટે આવ્યા હતા પરંતુ 2008ના અંતે ટુરિસ્ટ વધીને 1.41 કરોડ થયા હતા. એક વર્ષમાં 14.12 ટકાનો ગ્રોથ થયો હતો.

વર્ષ 2014માં ટુરિસ્ટની સંખ્યા 3.26 કરોડ થઇ હતી. ગુજરાતમાં વધતા ટુરિસ્ટ ગ્રાફને જોતાં વિદેશીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. 2015-16ના આંકડા જોઇએ તો ગુજરાતમાં એક વર્ષમાં ગુજરાતના 2.81 કરોડ ટુરિસ્ટ હતા. બીજા રાજ્યના 93.99 લાખ અને વિદેશના 7.33 લાખ ટુરિસ્ટ જોવા મળ્યા હતા. 2016-17ના વર્ષમાં ગુજરાતના 3.24 કરોડ ટુરિસ્ટ જોવા મળ્યા હતા જ્યારે અન્ય રાજ્યમાંથી આવેલા ટુરિસ્ટની સંખ્યા 1.14 કરોડ અને વિદેશી ટુરિસ્ટની સંખ્યા 9.24 લાખ નોંધાઇ હતી. આમ કુલ 4.48 કરોડ ટુરિસ્ટ જોવા મળ્યા હતા. જો કે 2017-18ના વર્ષમાં ડિસેમ્બર 2017ના રિપોર્ટ પ્રમાણે ટુરિસ્ટની કુલ સંખ્યા 3.75 કરોડને પાર થઇ છે જેમાં ગુજરાતના ટુરિસ્ટ સૌથી વધુ માત્રામાં છે જે ગયા વર્ષની સરખામણીએ ઘટાડો છે.

જો કે 2018ના પ્રથમ છ માસનું ચિત્ર જોતાં માર્ચ 2019 સુધીમાં ટુરિસ્ટની સંખ્યા પાંચ કરોડને પાર થાય તેવી સંભાવના છે. હવે તો ટુરિસ્ટ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ જોડવામાં આવ્યું છે અને તેમાં અત્યારે સરેરાશ 30 હજાર ટુરિસ્ટ આ સ્ટેચ્યુ જોવા માટે જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp