ગોવાનો પ્લાન બનાવવાના હોવ તો જલદી બનાવી લો, નહિતર ખિસ્સા પર પડશે ભાર

PC: cntraveller.in

જો તમે નજીકના સમયમાં ગોવા ફરવા જવાનો પ્લાન બનાવવાના હોવ તો જલદી બનાવી લેજો નહિતર તમારે ખિસ્સું વધારે હળવું કરવાનો વારો આવશે. ગોવા ટ્રિપ પ્લાન કરનારાને પોતાની શરાબ પર 50% વધુ પૈસા હવે ખર્ચ કરવા પડી શકે છે. ગુરુવારના રોજ ગોવાની સરકારે પોતાનું બજેટ રજૂ કર્યું હતું.

આ બજેટમાં શરાબના વેચાણ પર એક્સાઇઝ ડ્યૂટી અને ફી વધારવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અંતર્ગત દરેક કેટેગરીની શરાબ પર 20-50 % સુધી ડ્યૂટી વધારવામાં આવશે. નવી કિંમતો 1 એપ્રિલ, 2020થી લાગુ થઇ શકે છે.

Image result for goa beach

આ પહેલા ખબર આવી હતી કે, ગોવા સરકાર શરાબ પ્રોડક્શન અને તેના મૂવમેન્ટ પર બાજ નજર રાખી રહી છે અને તેના માટે નવી ડિજિટલ સિસ્ટમ બનાવવાની છે. સરકાર લિકર પર ડિજિટ સિસ્ટમથી નજર રાખશે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ આ નવી ડિજિટલ સિસ્ટમથી શરાબ પર સંપૂર્ણ રીતે નજર રખાશે, જેનાથી લોકોની અંદર ટેક્સ ઘટાડાની સંભાવના પૂરી થઈ જાય.

Image result for alcohol goa

6 ફેબ્રુઆરીએ આવેલા બજેટમાં ગોવાને લઇને એક વધુ બદલાવનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. હોલીડે સ્પોટ તરીકે જાણીતું ગોવા હવે પોતાની ઓળખાણમાં બદલાવ કરી શકે છે. બજેટમાં રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગોવાના કન્વેન્શન સેન્ટર અને એજ્યુકેશન હબ તરીકે વિકસીત કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp