લોકડાઉનમાં એક્સિડન્ટથી મોત ઘટી ગયા હતા, હવે વધે નહીં તે માટે પોલીસનો છે આ પ્લાન

PC: pratidintime.com

કોરોના વાયરસને કારણે શરુઆતમાં આપવામાં આવેલા લોકડાઉન વચ્ચે શહેરમાં અક્સ્માતના કેસમાં નોîધપાત્ર ઘટાડો થયો હતો. ચાર તબક્કામાં લોકડાઉન આપ્યા બાદ અનલોક-૧માં મળેલી છૂટછાટની સાથે ફરી અક્સ્માતના કેસો બનવા લાગ્યા છે ત્યારે પોલીસ દ્વારા માર્ગ અક્સ્માતમાં 50 ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે જે માટે ટ્રાફિક પોલીસ દ્વારા જુનથી ડિસેમ્બર મહિના સુધીનો એક એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

જેની કામગીરી રોડ સેફ્ટી એકશન પ્લાન મુજબ કરવાની છે. તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં દરેક અઠવાડિયા પ્રમાણે ટ્રાફિક નિયમનના ભંગ અંગેની કામગીરી કરવા માટેનો રીજીયન પ્રમાણે પ્લાન બનાવ્યો છે. જુન મહિનામાં  દારૂ પીને ડ્રાઈવીંગ કરતા અને ગંભીર રીતે વાહન ચલાવતા ચાલકો, જુલાઈ મહિનામાં એચએસઆરપી નંબર પ્લેટ અને ઓવર સ્પીડ ચલાવતા વાહનનો, ઓગસ્ટમાં સ્કૂલ વાહનો અને રોંગ સાઈડ ચલાવતા વાહનો,  સપ્ટેમ્બર  મહિનામાં લાયસન્સ વગરના વાહનનો સ્પેશિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અને સગીર વયના સ્કૂલના વિદ્યાર્થીઓને, ઓક્ટોબર મહિનામાં બ્લેક ફિલ્મ અને દારૂ પીને ચલાવતા વાહનો, નવેમ્બર મહિનામાં સીટ બેલ્ટ અને એચએસઆરપી નંબર પ્લેટ, જયારે ડિસેમ્બર મહિનામાંï ચાલુ ગાડીએ મોબાઈલ પર વાતો કરતા તેમજ ગંભીર રીતે ચલાવતા વાહન ચાલકોને પકડવામાં આવશે.

સ્પેશિયલ ડ્રાઇવ ઉપરાંત પોલીસે રોજના કેસ કરવાની કામગીરી કરવાની રહેશે

ટ્રાફિક પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ટ્રાફિક શાખાના મદદનીશ પોલીસ કમિશનર વહીવટ અને પ્લાનિંગ એ.પી.ચૌહાણ દ્વારા માર્ગ અક્સ્માતમાં 50 ટકાનો ઘટાડો કરવા માટે તૈયાર કરવામાં આવેલા એકશન પ્લાનની કામગીરી સાથે તમામ સર્કલોના સંબંધીત અધિકારી- કર્મચારી દ્વારા રોજે રોજ ફરજિયાત કામગીરી ફરજિયાત કરવાનો આદેશ આપ્યો છે. જેના પગલે કેટલાક ટ્રાફિક પોલીસ કર્મીમાં છૂપો રોષ ફેલાયો છે.

જો ખરેખર પોલીસ સફળ થાય તો શહેરીજનો મોતના મુખમાંથી બચી જશે

સામાન્ય સંજોગોમાં કામગીરીની વાત કરીએ તો કાગળ પર પ્લાન બનાવવામાં પ્રત્યેક સરકારી વિભાગની માસ્ટરી જોવા મળે છે પણ, તેની અમલવારીની વાત કરવા જઇએ તો લગભગ ખૂબ ખરાબ ચિત્ર જોવા મળે છે. તેવા સંજોગોમાં આ એક્શન પ્લાન માત્ર કાગળ પર જ સફળ થવાના બદલે વાસ્તવમાં જો સફળ રહેશે તો શહેરીજનો મોતના મુખમાં જતા બચી જશે. પોલીસ ગ્રાઉન્ડ લેવલ પર જો આ કામગીરી કરાવવામાં સફળ રહેશે તો અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો થશે એ હકીકત છે.

પ્રજા પણ જાગૃતિ દાખવે એ જરૂરી

પોલીસ તો પ્રજાના હિતમાં એક્શન પ્લાન બનાવી કામે લાગી ગઈ છે પણ પ્રજાની જવાબદારી છે. પ્રત્યેક નિયમનું લોકો ચુસ્તપણે પાલન કરે તો પણ અકસ્માતમાં ઘટાડો થવાની અને અકસ્માતમાં મોતના મુખમાં જવાની શક્યતા ઘટી શકે છે. તેવા સંજોગોમાં પ્રજા પણ જાગૃતિ દાખવે અને પોલીસની કામગીરીમાં સહકાર આપે તે જરૂરી છે.

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp