ભારતીયોને મોટી ભેટ આપી શકે છે રશિયા, પુતિને કર્યુ એલાન

PC: bloomberg.com

રશિયા ભારતીય ટુરિસ્ટો માટે વીઝા ફ્રી એન્ટ્રીની વ્યવસ્થા શરૂ કરવા પર વિચારી રહ્યા છે. મોસ્કો સિટી ટુરિઝમ કમીટીના ડેપ્યુટી ચેરમેન અલીના અરુતુનોવાએ મુંબઇમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, રશિયા ભારતીય કારોબારીઓ અને ટુરિસ્ટો માટે વીઝા ફ્રી સ્કીમ શરૂ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે, જેના પર જલદીથી જ નિર્ણય લેવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે, હાલ રશિયા ભારતીયો માટે જલદીથી જ ઇ વીઝાની શરૂઆત કરવા જઇ રહ્યું છે.

અતુરનોવાએ કહ્યું કે, રાષ્ટ્રપતિ વીઝા ફ્રી સ્કીમની પહેલનું સમર્થન કરે છે. ઇરાન માટે વીઝા ફ્રી સ્કીમને પહેલા જ લીલી ઝંડી મળી ચૂકી છે અને આશા છે કે, જલદી જ ભારત માટે પણ આ સ્કીમ લાગૂ થઇ શકે છે. ટર્કી, જર્મની અને ભારતથી દર વર્ષે મોટા પાયે ટુરિસ્ટ આવે છે. તેમણે કહ્યું કે, 2020માં ભારત સહિત 52 દેશો માટે ઇલેક્ટ્રોનિક વીઝા સરૂ કરવાનો એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. પણ કોરોનાના કારણે આ દરેક તક લાગૂ નહીં થઇ શકી. પણ, અમને આશા છે કે, જલદી જ શરૂ થઇ જશે અ ઇ વીઝા દ્વારા વિદેશી પર્યટકોના આગમનની પ્રક્રિયા સરળ થશે.

પર્યટનના ક્ષેત્ર પર પડેલી યુક્રેન અને રશિયાના યુદ્ધના પ્રભાવ વિશે તેમણે કહ્યું કે, વિશ્વભરમાં અનિશ્ચિતતાના માહોલમાં પર્યટન લોકો અને સંસ્કૃતિઓ વચ્ચે એક પુલનું કામ કરે છે. આ વર્ષના શરૂઆતી છ મહિના દરમિયાન રશિયામાં 13300 ભારતીય ટુરિસ્ટો આવ્યા હતા. આશા છે કે, 2023ના અંત સુધીમાં આંકડા મહામારી પહેલાના સમયની જેમ થઇ જશે.

2016થી 2019 દરમિયાન ભારતથી રશિયા માટે ટુરિસ્ટોની અવર જવર 61000થી વધીને એક લાખ સુધી પહોંચી ગઇ હતી. રસપ્રદ વાત એ છે કે, 2021માં રશિયા આવનારા ભારતીય યાત્રિયોમાં 48 ટકા લોકોએ વર્ષમાં 2 વખત ત્યાંની યાત્રા કરી છે. એક ટ્રાવેલ એજન્ટે કહ્યું કે, 2021માં રશિયા એ અમુક દેશોમાં એક હતો કે, જેણે ત્યાં આવનારા લોકો માટે ક્વોરન્ટાઇનના નિયમો લાગૂ નહોતા કર્યાં.

યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નોંધાયેલા રશિયાનું બૈકાલ તળાવ વિશ્વની સૌથી ઉંડુ તળાવ છે. આ અત્યંત સુંદર અને સૌથી મોટું પાણીનું તળાવ છે. બૈકાલ તળાવ સાઇબેરિયાના જંગલો પાસે આવેલું છે અને સૌથી મોટું મીઠા પાણીનું તળાવ છે અને શિયાળામાં તેની છટા કંઇક અલગ જ હોય છે. તેની આસપાસ કેટલાક રિસોર્ટ પણ છે જે તેને અદભૂત ટુરિઝમ પ્લેસ બનાવે છે. જો તમે ઓછું તાપમાન સહન કરી શકતા હોવ તો અહીં ઠંડીની સીઝનમાં જવુ જોઇએ. એ સમયે તમને અહીં વધુ સારા નઝારા જોવા મળી શકે છે.

રશિયાનું સેન્ટ પીટર્સબર્ગ શહેર અહીંના ટૂરિઝમ પ્લેસિસમાં સૌથી લોકપ્રિય છે. તેને રશિયાનું સાંસ્કૃતિક કેન્દ્ર કહેવામાં આવે છે કારણ કે, અહીં સાસ્કૃતિક વિરસાતનોની ભરમાર છે. અહીંનું રેડ સ્ક્વેર સંસ્કૃતિ અને કલાનો એક સારો નમૂનો છે. મોટા પાર્ક, શાનદાર ચર્ચ, સંગ્રહાલય, સ્મારક અને મહેલ આ શહેરને વધુ સુંદર બનાવે છે. જેના કારણે અહીં ટુરિસ્ટ ખેંચાઇ આવે છે. આ શહેર શાનદાર હોટલો, રેસ્ટોરન્ટ, પબ અને ડાન્સ બાર માટે પણ પ્રસિદ્ધ છે.

રશિયા પોતાની નાની મોટી અને સુંદર નદીઓ માટે જાણીતું છે. અહીં આવેલી 3700 કિલોમીટર લાંબી વોલ્ગા નદી વિશ્વની સૌથી મોટી નદી છે. વોલ્ગા નદીએ પ્રાચીન કાળમાં રસિયા માટે આખા વિશ્વ સાથે વેપાર કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તે મધ્ય રશિયા અને દક્ષિણ રશિયા સાથે વહેતી કાસ્પિયન સાગરમાં મળે છે. તે આસપાસના શહેરોમાં પાણીની આપૂર્તિ પણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp