ના રસ્તા હશે ના કાર, સાઉદી અરબ બનાવવા જઈ રહ્યું છે અનોખું શહેર

PC: deccanherald.com

સાઉદી અરબે એક એવા શહેરને બનાવવાનો પ્લાન જાહેર કર્યો છે, જ્યાં ન તો કારો હશે ન તો રસ્તાઓ. સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આ શહેરની યોજના જાહેર કરી છે. અસલમાં સાઉદી અરબની તેલ પરની નિર્ભરતા ખતમ કરી નવા ઈનોવેશન તરફ વધવાની કોશિશ કરી રહ્યું છે અને આ યોજના તેનો જ એક ભાગ છે. થોડા જ મહિનાઓમાં આ અનોખા શહેરના નિર્માણનું કાર્ય શરૂ થઈ જશે. બ્લુમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે, આ નવું શહેર આશરે 170 કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલું હશે અને તેનું નામ ધ લાઈન હશે. આ સાઉદી અરબના નિઓમ પ્રોજેક્ટનો હિસ્સો હશે. સાઉદી અરબ નિઓમ પ્રોજેક્ટ પર 500 બિલીયન અમેરિકન ડોલર(આશરે 36 લાખ કરોડ રૂપિયા)નો ખર્ચ કરી રહ્યું છે.

સાઉદી અરબે કહ્યું છે કે ભવિષ્યમાં બનનારા આ શહેરમાં કાર્બનનું ઉત્સર્જન નહીં થાય. સાઉદી સરકારના પ્રેસ રીલિઝ પ્રમાણે, નવા શહેરમાં લોકો ચાલતા જશે અને તે પ્રકૃતિના કિનારે હશે. નવા શહેરમાં આશરે 10 લાખ લોકો રહેશે. 2030 સુધી આ શહેરમાં 3 લાખ 80 હજાર જેટલી રોજગારી પણ ઉદ્દભવશે. શહેરનો આધારભૂત ડિઝાઈનના નિર્માણ પર 100 થી 200 અમેરિકન ડોલરનું રોકાણ કરવામાં આવવાનું છે.

ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને 2017માં નિઓમ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. સાઉદી અત્યાર સુધી દુનિયાનું સૌથી મોટું તેલન નિર્યાતક દેશ રહ્યો છે. પરંતુ સલમાન હવે દેશની ઈકોનોમીમાં વિવિધતા લાવવાની કોશિશ કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં સાઉદીની સ્થિતિ સારી બની રહે. સલમાને આ અનોખા શહેર બનાવવાની યોજના જાહેર કરતા કહ્યું હતું કે વિકાસ માટે અમે પ્રકૃતિના બલિદાનને કેમ સ્વીકાર કરવું જોઈએ.

તેમણે કહ્યું હતું કે, આ શહેર માનવ જાતિ માટે ક્રાંતિ લાવનારું હશે. આ શહેરમાં એક વખતમાં 20 મિનિટથી વધુ ચાલવાની જરૂર પડશે નહીં અને તેની આસપાસ અલ્ટ્રા હાઈ સ્પીડ ટ્રાન્ઝીટ અને ઓટોનોમસ મોબિલીટી સોલ્યુશન હાજર રહેશે. તેલ ઉત્પાદિત કરવા સિવાય સાઉદી અરબના મોટાભાગના દેશો પ્રવાસ ઉદ્યોગ પર આધાર રાખે છે. તેમનાથી જ તેમની ઈકોનોમીને બુસ્ટ મળે છે. આથી વિવિધ નવા પ્રોજેક્ટની સાથે તેઓ ટુરીઝમ ઈન્ડ્સ્ટ્રીને પણ આગળ વધારવા પર કામ કરી રહ્યા છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp