શીખો વિશે જાગૃતતા ફેલાવવા શીખ બાઇકર્સ 22 દેશોની યાત્રા પર નીકળ્યા

PC: netdna.com

 

શીખ મોટરસાઇકલ ક્લબ કેનેડાના 6 શીખ મોટરસાઇકલ ડ્રાઇવરોએ સફળતાપૂર્વક વિશ્વ ભ્રમણ કરી ચૂક્યાં છે. તેમને આ મહત્વકાંક્ષી યાત્રા કેનેડાથી પંજાબ સુધી પૂરી કરી હતી, આ દરમિયાન તેઓ 22 દેશોમાં ફર્યા હતા.

શીખ ડ્રાઇવરોની આ ઉપલબ્ધિના કારણે આ ક્લબનું નામ લંડન બુક ઓફ રેકોર્ડસમાં સામેલ કરવામાં આવ્યું છે. સમૂહ પ્રમાણે, ગુરૂ નાનક દેવજીની 550મી જયંતિના ઉપલક્ષ્યમાં આયોજિત આ યાત્રાનો સંદેશ સંપૂર્ણ માનવ જાતિને એક રૂપમાં માન્યતા આપવા માટે છે જે ગુરૂ સાહિબનો મુખ્ય ઉદ્દેશ હતો.

આ યાત્રા માટે ક્લબે ઘણી કાયદાકીય મંજૂરી લેવી પડી હતી. તેમને કેનેડા અને USA રસ્તાના માર્ગે પાર કર્યું હતું. ત્યારપછી ઇંગ્લેન્ડ પહોંચ્યા હતા. અહીંથી બાઇકર્સને 40 દિવસથી ઓછો સમય લઇને ભારતના પંડાબ પહોંચવાનો ઉદ્દેશ રોડ માર્ગે પૂરો કર્યો હતો.

3 એપ્રિલથી શરૂ થયેલી આ યાત્રાનું સમાપન 11 મે ના રોજ પંજાબમાં થયું હતું. તુર્કીમાં પ્રવેશ કરતા પહેલા યાત્રા પૂરાં યુરોપના દેશો અને શહેરોમાં ગઇ હતી. ત્યારબાદ ઇરાનમાં એન્ટ્રી લીધી અને પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો. પાકિસ્તાનમાં ગુરૂ નાનક દેવની જન્મભુમિ નનકાના સાહિબ ગયા હતા.

આ ટીમ વાઘા બોર્ડર પાર કરીને ભારતમાં પધારી હતી. અહીં સ્વર્ણમંદિર જઇને તેમને પોતાની યાત્રા પૂર્ણ કરી હતી. અમૃતસરથી પંજાબ સેંગમેન્ટની શરૂઆત થઇ ગોઇંદવાલ સાહિબ અને ખડુર સાહિબ થઇને સુલતાનપુર લોધી ગયાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp