ફરવાના શોખીન સુરતીઓ માટે ખુશીના સમાચાર, સુરતને મળશે વધુ એક ફરવા લાયક સ્થળ

PC: youtube.com

હવે સુરતીઓને ફરવા માટે આગામી દિવસોમાં વધુ એક ફરવા લાયક સ્થળ મળશે. સુરતના ડુમસના દરિયા કિનારા પર ઇકો-ટુરીઝમ પાર્ક બનશે અને અગામી દિવસોમાં દરિયા કિનારે સાડા પાંચ કિલોમીટરનો કોસ્ટલ-વે પણ તૈયાર કરવામાં આવશે. રજાના દિવસે સુરત અને તેની આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ફરવા માટે ડુમસ આવે છે. જેના કારણે સુરતના દરિયા કિનારાની આસપાસ ફરવા લાયક સ્થળ વિકસાવવાનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. જેથી દરિયા કિનારાની સાથે-સાથે લોકો ઇકો-ટુરીઝમ સ્થળમાં ફરવાની પણ મજા માણી શકશે. 

મળતી માહિતી અનુસાર, સુરત મહાનગરપાલિકા દ્વારા ડુમસના દરિયા કિનાર પર ઇકો-ટુરીઝમ પાર્ક તૈયાર કરવાની કામગીરી પર ભાર મુકી રહ્યું છે. સુરતના દરિયા કિનારાની આસપાસ ફરવા લાયક સ્થળો વિકસાવી શકાય તે માટે ડુમસમાં ઇકો-ટુરીઝમ પ્લેસ તૈયાર કરવામાં આવશે. 106 હેક્ટરની જમીન પર 500 કરોડના ખર્ચે ઇકો-ટુરીઝમ પાર્ક તૈયાર થશે. ઇકો-ટુરીઝમ પાર્કની સાથે લોકોના મનોરંજન અને આનંદ-પ્રમોદ માટે એમ્યુઝમેન્ટ પાર્ક, રેસ્ટોરન્ટ, હોટેલ અને વોટર સ્પોટ્સ સહિતની ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ આગમી સમયમાં દરિયા કિનારા પર સાડા પાંચ કિલોમીટરનો કોસ્ટલ-વે પણ તૈયાર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp