ટાઇટેનિકથી 5 ગણા મોટા દુનિયાના સૌથી મોટા 19 માળના જહાજ પર મારી લો એક લટાર

અત્યાર સુધી તમે સૌથી મોટા જહાજ તરીકે ટાઇટેનિકનું નામ સાંભળ્યું હશે, પરંતુ ટાઇટેનિકથી 5 ગણું મોટું અને દુનિયાનું સૌથી મોટા જહાજનું નામ છે ‘ICON OF THE SEAS’ આ જહાજ આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં પહેલીવાર યાત્રા પર નિકળશે. 19 માલના આ જહાજ પર સમુદ્ધનું સૌથી મોટું વોટરપાર્ક પણ છે. ચાલો, આપણે કદાચ રૂપિયા ખર્ચીને જહાજની મજા ન માણી શકીએ તો તસ્વીરો જોઇને તો મજા માણી શકીએને.અમે તમને આ જહાજની જાણકારી આપીશું.

ટાઈટેનિકનું નામ દુનિયાના સૌથી પ્રખ્યાત જહાજોમાં આવે છે. પરંતુ આજે આ જહાજ દરિયાના ઊંડાણમાં ડૂબી ગયું છે. જો આપણે આજના સૌથી મોટા ક્રુઝ જહાજ વિશે વાત કરીએ, તો તે રોયલ કેરેબિયન ઇન્ટરનેશનલનું ‘ICON OF THE SEAS’ છે. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, તે આવતા વર્ષે જાન્યુઆરીમાં તેની પ્રથમ સફર કરશે. આ જહાજ કોઈ ફરતા શહેરથી કમ નથી.

આ જહાજના ટીકાકારો તેને 'રાક્ષસી' કહે છે. તેનું કારણ એ છે કે તેમનું કહેવું છે કે આ જહાજની પ્રથમ સફર ટાઇટેનિક જેટલી જ ચર્ચામાં છે. જો ટાઇટેનિક સાથે સરખામણી કરવામાં આવે તો આ જહાજ પાંચ ગણું મોટું છે. ટાઇટેનિકના 46,328 ગીગાટોનની સરખામણીમાં તેની આંતરિક ઘનતા 250,800 ગીગાટોન છે. ટીકાકારોએ કહ્યું કે જહાજનું મોટું હોવું એ સારું હોવાની સાબિતી નથી.

કંપનીનું માનવું છે કે, આ જહાજ સમુદ્ધ યાત્રાને એક નવા સ્તર પર લઇ જશે. રોયલ કેરેબિયન ઇન્ટરનેશનલના અધ્યક્ષ અને CEO માઇકલ બેલેએ કહ્યુ કે, અમે આને પરિવાર સાથેના વેકેશનની સૌથી શ્રેષ્ઠ ચીજ માનીએ છીએ. તમે જ્યારે આ જહાજને બનાવવા માટે લાગેલી ઉર્જા અને સમયને જોશો તો તે  આશ્ચર્યજનક છે.

જહાજમાં 7 સ્વિમિંગ પૂલ અને સમુદ્રમાં મોજુદ સૌથી મોટો વોટર પાર્ક છે. તેની 6 સ્લાઇડ્સ છે, જેના કારણે તેને કેટેગરી 6 નામ આપવામાં આવ્યું છે. સપ્ટેમ્બર 2024માં મિયામીથી વેસ્ટર્ન કેરેબિયન સુધીની સૌથી સસ્તી 7 રાત્રિની રાઉન્ડ ટ્રીપની ટિકિટ 1,851 ડોલર છે. ભારતીય રૂપિયામાં ગણીએ તો  લગભગ દોઢ લાખ રૂપિયા થાય. સૌથી મોંઘી ટિકિટ 8.90 લાખ રૂપિયા છે. એટલે કે જો કોઈ વ્યક્તિ પોતાના પરિવાર સાથે પ્રવાસ કરે તો ખર્ચ કરોડો સુધી જઈ શકે છે.

‘ICON OF THE SEAS’ જહાજ 19 માળનું છે, જેમાં લગભગ 5,610 મુસાફરો અને 2350 ચાલક દળના સભ્યો રહી શકે છે. કંપનીના કહેવા મુજબ આ જહાજનો પહેલો ટેસ્ટ પુરો કરી દેવામાં આવ્યો છે. કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું  છે કે આ જહાજે પહેલા ટેસ્ટ દરમિયાન સેંકડો કિલોમીટરની યાત્રા કરી છે, જેમાં તેના એન્જિન, પતવાર, બ્રેક સીસ્ટમ, અવાજ અને કંપનનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp