પહાડની ટોચ પર વસેલી છે દુનિયાની આ 5 સૌથી સુંદર રાજધાનીઓ

PC: kevinandamanda.com

કુદરતી દ્રશ્યોથી ઘેરાયેલા પર્વતોની ઉંચી ટોચ પર વસેલા શહેરો ખૂબ સુંદર હોય છે. હાસીન વાડીયો પર વસેલા સ્થળોના દ્રશ્યો જન્નતથી કમ નથી હોતા પરંતુ જ્યારે આવા શહેર કોઇ રાજધાની હોય તો ત્યાં ફરવાની મજા બે ગુણા વધી જાય છે. આવો આજે દુનિયાની કેટલીક એવી રાજધાનીઓ વિશે જાણીએ જે પહાડોની ઉંચી ટોચ પર વસેલા છે.

લા પાજ, બોલીવિયા

બોલીવિયાની રાજધાની લા પાજ છે, જે સમુદ્ર કિનારાથી 11,942 ફૂટની ઉંચાઇ પર સ્થિત, લા પાજ દુનિયાની સૌથી ઉંચાઇ પર આવેલી રાજધાની છે. જો કે ત્યાંનું તાપમાન ખુબ ઓછું છે પરંતુ તેની સુંદરતાને જોતા પર્યટક આ જગ્યા પર ફરવાનું ખુબ પસંદ કરે છે.

ક્વિટો, ઇક્વાડોર

રિપબ્લિક ઓફ ઇક્વાડોરની રાજધાનીનું નામ ક્વિટો છે. આ રાજધાની ઉંચાઇ વિશ્વમાં બીજા નંબર પર આવે છે. તેની બીજી અગત્યની વાત એ છે કે આ ભૂમધ્ય રેખાની સૌથી નજીક આવેલી છે. આ શહેરમાં ઐતિહાસિક સ્થળ, સુંદર પાર્ક પર્યટકો માટે આકર્ષણનું ખાસ કેન્દ્ર છે.

થિમ્ફૂ, ભૂટાન

ભૂટાનની રાજધાની થિમ્ફૂ છે. જેની સમુદ્ર કિનારાથી ઉંચાઇ અંદાજે 8,688 ફૂટ છે. ચારો તરફ પહાડોથી ઘેરાયેલું આ શહેર ખુબ સુંદર છે. દુનિયાભરથી પર્યટક આ સ્થળ પર ફરવા માટે આવે છે.

બોગોટા, કોલમ્બિયા

કોલમ્બિયા દક્ષિણી અમેરીકા મહાદ્ધીપના ઉત્તર-પશ્ચિમમાં સ્થિત એક દેશ છે. તેની રાજધાનીનું નામ બોગોટા છે. જે સમુદ્ર કિનારાથી લગભગ 8,612 ફૂટ ઉંચાઇ પર સ્થિત છે.

અદીસ અબાબા, ઈથિયોપિયા

ઈથિયોપિયાનુ પાટનગર અદીસ અબાબા છે. જેમની ઊંચાઈ દરિયા કિનારાથી 7,726 ફૂટ છે. ત્યાંની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસાના રંગોને નિહાળવા માટે આ સ્થળ પર લોકો ફરવાનુ પસંદ કરે છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp