દેશનું આ શહેર ક્રિસમસ સેલિબ્રશન માટે છે અત્યંત સુંદર

PC: goibibo.com

દેશ કે વિદેશ હોય પોતાનો તહેવાર આવતા જ શહેરોને રોશનીઓથી જગમગાવી દે છે. ત્યારે શહેરોમાં આતિશબાઝી જોવા મળે છે. ત્યારે હવે ક્રિસમસના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે લોકો ફકવા જવા માટે નવા-નવા સ્થળ પસંદ કરે છે. જો તમે પણ ક્રિસમસની રજામાં ફરવા જવા માટે વિચારી રહ્યાં છે તો જયપુરથી સુંદર કોઇ બીજી જગ્યા હોઇ જ નહી શકે. તો આવો જાણીએ ત્યાંના ખુબ સુંદર સ્થળો વિશે...

હવામહેલ

હવામહેલ જયપુરની શાન છે. તેના વગર જયપુરની સુંદરતા અધુરી છે. શહેરના વચ્ચે હોવા છતાંય અહીંયા પર શાંતિ મળે છે. જો એકવાર હવામહેલના દર્શન કરી લીધા પછી અહી વારંવાર આવવાનું મન થશે. ગુલાબી શહેરની સુંદરતામાં ચાર-ચાંદ આ મહેલ લાગે છે.

અમ્બેર ફોર્ટ

શહેરથી દૂર આવેલું આ નગર લોકોના હદયને શાંતિ પહોચાડે છે. આ નગર એટલું સુંદર છે કે તેના દ્રશ્યો જોતા-જોતા તમારી આંખો પહોળી થઇ જશે. ફોર્ટના પાછળની નદી તેની સુંદરતાને બે ગુણા વધારી દે છે. ઉનાળાથી વધું અહીં શિયાળની સિઝનમાં પર્યટકોની ભીડ વધું જોવા મળે છે.

 

નાહરગઢ ફોર્ટ

નાહરગઢ ફોર્ટ એક એવું સ્થળ છે જ્યાંથી તમે સમગ્ર જયપુરના સુંદર દ્રશ્યો જોઇ શકો છો. આ ફોર્ટ પર ઉભા રહીને ગુલાબી શહેરની સુંદરતા જોવાનો એક અદ્દભૂત આનંદ છે.

સિટી પેલેસ

જયપુરના વચ્ચે આવેલું પેલેસમાં પહોચ્યાં બાદ લોકોને ગુલાબી શહેરના ઇતિહાસના નજીક જવાની તક મળે છે. તે ઉપરાંત આ ચંદ્ર મહેલ અને મુબારક મહેલ પણ છે ત્યાં જઇને તમે ફરવાનો આનંદ લઇ શકો છો.

અલ્બર્ટ હોલ

આ સ્થળ રાજસ્થાનનું સૌથી જૂનું સ્થળ છે. અહીં તમને ઇતિહાસથી જોડાયેલ ઘણી વસ્તું જોવા મળશે, જેમ કે હાથીના દાંતના કિંમતી પથ્થર,મૂર્તિઓ,રાજાઓના અસ્ત્ર-શસ્ત્ર,ઘણી રંગબેરંગી વસ્તુઓ પણ જોવા મળશે.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp