ફક્ત 1 પ્રવાસી માટે ફરી ખૂલ્યું માચુ પિચ્ચુ, આ હતું કારણ

PC: ndtvimg.com

ક્યારેય એવું સાંભળ્યું કે જોયું છે ખરા કે, કોઈ એક વ્યક્તિ માટે સમગ્ર અજાઈબીને ખોલવામાં આવી હોય? અજાઈબી તો શું કોઈ પર્યટન સ્થળ પણ કોઈ એક વ્યક્તિ માટે ખૂલતું નથી. પણ પેરૂમાં આવેલું પર્યટન સ્થળ અને અજાઈબીને માત્ર એક વ્યક્તિ માટે ખોલવામાં આવી છે. પેરૂમાં આવેલા આ પર્યટન સ્થળ પર માત્ર એક જ વ્યક્તિને જવા માટેની પરવાનગી આપવામાં આવી છે.

મહામારી કોરોના વાયરસને કારણે જાપાનના એક વ્યક્તિએ જણાવ્યું કે, પેરૂમાં આવેલું પર્યટન સ્થળ અને અજાઈબી માચુપિચું લોકડાઉન બાદ ફરી ખોલવામાં આવ્યું છે. પણ માત્ર એક જ વ્યક્તિ માટે. જેસી કાત્યામાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સુમસાન જગ્યા પર પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો. પૃથ્વી પરનો પહેલો એવો વ્યક્તિ જે લોકડાઉન બાદ માચુંપિચુંમાં ગયો હોય તે હું છું. તેમણે કુસ્કોના સ્થાનિક પ્રવાસ વિભાગના ફેસબુક પર પોસ્ટ કરેલા વીડિયોમાં એવું પણ કહ્યું કે, વાસ્તવમાં આ એક આશ્ચર્યજનક છે! ધન્યવાદ. કાત્યામાએ પ્રાચીન ખંડરનગર સાથે પર્વતારોહણ અંગે પણ વાતચીત કરી છે. જે હજારો પ્રવાસીઓને આકર્ષિત કરે છે. પણ કોરોના વાયરસને કારણે માર્ચ મહિનાથી આ સ્થળ બંધ કરી દેવામાં આવ્યું હતું. સ્થાનિક મીડિયા તરફથી મળતા રિપોર્ટ અનુસાર નારા તરીકે ઓળખાતા જાપાની કુશ્તીબાજ અને ટ્રેનર માર્ચ મહિનાથી અહીં પેરૂમાં ફસાયા હતા. થોડા દિવસ પહેલા તેમણે આ પર્યટન સ્થળ માટે ટિકિટ લીધી હતી. એ સમયે ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી હતી. પછી તેમણે ત્રણ દિવસ અહીં જ રોકાવવા માટે યોજના બનાવી હતી.

પણ કોરોના વાયરસને કારણે ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ થતા લિમિટેડ ફ્લાઈટને કારણે તે મહિના સુધી અહીં ફસાઈ ગયા હતા. અંતે આ વાત સ્થાનિક પ્રવાસન વિભાગ સુધી પહોંચી અને વિશેષ મંજૂરી આપી દેવામાં આવી હતી. એટલે માત્ર એક જ વ્યક્તિ માટે આ જગ્યા ફરી ખોલવામાં આવી હતી. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર જાપાની ભાષામાં લખ્યું હતું કે, મે વિચાર્યું હતું કે, હું જઈ શકીશ નહીં પણ તમારા બધાનો ધન્યવાદ. જેમણે સરકારને જાણ કરી અને મને આ સુપરસ્પેશ્યલ ચાન્સ આપ્યો. માચુંપિચું ઈન્કા સામ્રાજ્યની સૌથી મોટી વિરાસત માનાય છે. વર્ષ 1911માં અમેરિકી સંશોધક બિંઘમે આ જગ્યા શોધી કાઢી છે.

માચુપિચું ઈન્કા સામ્રાજ્યની સૌથી સ્થાયી વિરાસત છે. 16મી સદીમાં સ્પેનિશના વિજય પહેલા 100 વર્ષ સુધી પશ્ચિમી દક્ષિણ અમેરિકાના એક મોટા પ્રદેશ પર શાસન કર્યું હતું. ઈન્કાના આ ખંડેરનગરની શોધ વર્ષ 1911માં અમેરિકી સંશોધક હીરામ બિંઘમ તરફથી કરવામાં આવી હતી. વર્ષ 1983માં યુનેસ્કોએ માચુપિચુંને એક વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કર્યું છે. જૂલાઈ મહિનામાં પ્રવાસીઓ માટે ફરી ખોલવા માટે નક્કી થયું હતું પણ પછીથી નવેમ્બરમાં ખોલવા માટેની વતા થઈ છે. અહીં માત્ર 675 પ્રવાસીઓને એક દિવસ માટે મંજૂરી આપવામાં આવશે. મહામારીના સમય પહેલા જે મંજૂરી આપવામાં આવી હતી એની ટકાવારી માત્ર 30 ટકા છે. જેથી પ્રવાસીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp