એક પહાડ જે રોજ સવારથી સાંજ સુધી અને દરેક મોસમમાં બદલે છે રંગ

PC: travelleisure.com

કોચિંડાના કલર બદલવાની વાત તો આપણે બધાએ સાંભળી જ છે પરંતુ, ક્યારેય કોઈ પહાડને કલર બદલતા જોયો છે. સાંભળીને ચોંકી ગયા ને કે ભઈ પહાડ તે કંઈ રીતે કલર બદલી શકે. પરંતુ આ વાત એકદમ સાચી છે. પહેલી વખતમાં સાંભળતા વિચિત્ર જરૂર લાગશે પરંતુ, ઓસ્ટ્રેલિયામાં એક પહાડ રોજ સવારથી સાંજ સુધી આવું જ કરે છે. તે રોજ કલર બદલે છે અને દરેક મોસમમાં તેનો મિજાજ આવો જ જોવા મળે છે.

આ પહાડ ઓસ્ટ્રેલિયાના ઉત્તરીય વિસ્તારમાં છે. તે યુનિસેફની વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાંથી એક છે. ઓસ્ટ્રેલિયાના આ વિસ્તારમાં સામાન્ય રીતે દેશના જનજાતીય લોકો રહે છે. આ પહાડને ઉલુરુ પહાડ અથવા આર્યસ રોક કહેવામાં આવે છે. આ પહાડ અંગે આશરે 150 વર્ષ પહેલા જાણવા મળ્યું હતું. 1873માં તેની ઓળખ એક અંગ્રેજ જબલ્યુજી ગોસે કરી હતી. જોકે તે વખતે હેનરી આર્યસ વડાપ્રધાન હતા, તેથી તેનું નામ આર્યસ રોક રાખવામાં આવ્યું હતું પરંતુ, સ્થાનિક લોકો તેને ઉલુરુ પહાડ તરીકે જ ઓળખે છે.

આ ઈંડાકાર પહાડ 335 મીટર ઊંચો છે અને તેની ગોળાઈ 07 કિલોમીટર છે જ્યારે પહોળાઈ 2.4 કિમી છે. સામાન્ય રીતે આ પહાડનો રંગ લાલ હોય છે. તેના રંગોમાં ચમત્કારી બદલાવ સૂરજના નીકળવાના સમયે અને સાંજના સૂર્યાસ્તના સમયે હોય છે. જ્યારે સવારે સૂરજના કિરણો તેની પર પડે છે તો લાગે છે કે પહાડ પર આગ લાગી છે અને તેમાંથી પર્પલ કલર અને એકદમ લાલ ચટ્ટાક રંગના કિરણો નીકળી રહ્યા છે.

આ જ રીતે સાંજે સૂરજના આથમવાના સમયે લાલ કલરના આ પહાડ પર ઘણી વખત પર્પલ કલરના પડછાયા જોવા મળે છે. સવારથી લઈને સાંજ સુધી તેનો કલર ક્યારેક પીળો, ક્યારેક નારંગી, તો ક્યારેક લાલ થઈ જાય છે. ક્યારેક તે પર્પલ કલરનો પણ થઈ જાય છે. અસલમાં આ ચમત્કાર નથી પરંતુ, આવું તેની ખાસ સંચરનાને કારણે થાય છે. તેના પથ્થરની સંરચના વિશેષ રીતની છે. સૂરજના આવનારા કિરણોના દિવસભર બદલાતા કોણ અને મોસમમાં બદલાવ પર તેનો રંગ બદલાતો રહે છે. આ પહાડી બલુઆ પથ્થર એટલે કે સેન્ડ સ્ટોનમાંથી બનેલો છે, જેને કોંગ્લામેરેટ પણ કહેવામાં આવે છે.

સવારે અને સાંજે સૂર્યમાંથી આવતા પ્રકાશમાં લાલ અને નારંગી કલર વધારે માત્રામાં હોય છે કારણ કે બીજા રંગ વાયુમંડળ દ્વારા વેર વિખેર કરી દેવામાં આવે છે. આ બે રંગોના કારણે અને બલુઆ પથ્થરની વિશેષ સંરચનાને કારણે આ પહાડ લાલ અને નારંગી દેખાય છે. બપોરના સમયે સૂર્યના પ્રકાશમાં બીજા કેટલાંક રંગ પણ વધારે આવવા લાગે છે, ત્યારે તે પોતાનો રંગ બદલે છે. રંગોમાં બદલાવને લીધે પ્રાચીન સમયમાં અહીં રહેનારા લોકો તેને ભગવાનનું ઘર માનતા હતા. તળેટીમાં બનેલી ગુફાઓમાં પૂજા કરતા હતા, હવે તો આ પહાડ સુધી પહોંચવા માટે રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે. હવે આ પહાડ ટુરિસ્ટ સ્પોટ બની ગયો છે.

ઓસ્ટ્રેલિયાની સરકારે આ પહાડની પાસે 487 વર્ગના ક્ષેત્રમાં માઉન્ટ ઓલ્ગા રાષ્ટ્રીય પાર્ક બનાવી દીધો છે. આ પાર્કમાં કાંગારૂ, બેંડીકુટ, વાબાલી અને યુરો જેવા વિચિત્ર જાનવરોને પણ રાખવામાં આવ્યા છે. અહીં અલગ અલગ પ્રકારના વૃક્ષો પણ રોપવામાં આવ્યા છે. દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો આ પહાડને જોવા માટે આવે છે. કેટલાંક લોકો ઘણા કિમી દૂર બેસીને આખો દિવસ તેના બદલાતા કલરને જોતા રહે છે. તો કેટલાંક લોકો અહીં ટ્રેકિંગ પણ કરે છે. દુનિયામાં આના જેવો રંગ બદલતો પહાડ બીજે ક્યાંય નથી.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp