ગો ફર્સ્ટની ફ્લાઇટ કેન્સલ થતા બીજી એરલાઇન્સ કંપનીઓએ લૂંટ ચલાવી,ભાડા ડબલ કરી દીધા

PC: flygofirst.com

ગો ફર્સ્ટ એક દિવસમાં લગભગ 180-185 ફ્લાઇટ્સનું સંચાલન કરતી હતી અને તેના દ્વારા દરરોજ લગભગ 30,000 મુસાફરો મુસાફરી કરતા હતા. પરંતુ ટેક્નિકલ કારણ આપીને એરલાઈન્સની ફ્લાઈટ કામગીરી ઠપ્પ થઈ ગયા બાદ દરરોજ 30,000થી વધુ લોકો ટિકિટની શોધમાં અન્ય એરલાઈન્સનો સંપર્ક કરી રહ્યા છે. આ પરિસ્થિતિનો પૂરેપૂરો ફાયદો અન્ય એરલાઇન્સ કંપનીઓ ઉઠાવી રહી છે.

ટિકિટ વિન્ડો પર તપાસ કરતા ખબર પડે છે કે 15,000 ની ફ્લાઈટ ટિકિટનું ભાડું હવે વધીને 45000 રૂપિયા પર પહોંચી ગયું છે. ખાસ કરીને અન્ય એરલાઇન્સ કંપની જે ગો ફર્સ્ટનો વિકલ્પ બની હતી તે તમામ એરલાઇન છે તકનો ફાયદો લઈ લીધો છે. એક તરફ ગો ફર્સ્ટ એરલાઇન્સ દ્વારા ટિકિટનું વળતર આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે લોકોને પ્રવાસ કરવા માટે અન્ય એરલાઇન્સની ટિકિટ ખરીદવી પડે છે જે માટે તેમણે વધુ પૈસા ચૂકવવા પડી રહ્યા છે. ગો ફર્સ્ટ ફ્લાઈટ્સનું બંધ થવું અન્ય એરલાઇન્સ માટે વરદાન સાબિત થઈ રહ્યું છે. તકનો લાભ લઈને આ એરલાઈન્સે દિલ્હી-મુંબઈ, દિલ્હી-લેહ, મુંબઈ-લખનૌ અને અન્ય રૂટ પર તેમના ભાડામાં વધારો કર્યો છે.

એરલાઇન્સ ગો ફર્સ્ટની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. રોકડની તંગીનો સામનો કરી રહેલી એરલાઇન્સની તમામ ફ્લાઇટ્સ કેન્સલ ચાલી રહી છે અને એવિએશન રેગ્યુલેટર (DGCA) એ ટિકિટના સેલિંગ પર પ્રતિબંધ મૂક્યો છે.

ગો ફર્સ્ટ ફ્લાઇટ 12 મે સુધી 2 મેના રૉજ, ગો ફર્સ્ટ એરલાઇન્સે 3 મેથી 5 મે સુધીની તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી અને તેને 12 મે સુધી લંબાવી. દરમિયાન મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગો ફર્સ્ટે માત્ર ફ્લાઇટ્સ રદ કરી નથી, પરંતુ NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે પ્ણ અરજી કરી છે અને તેના પર શક્ય તેટલી વહેલી તકે નિર્ણય લેવા વિનંતી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp