હવે, બુર્જ ખલીફાનો છીનવાશે તાજ, આ જગ્યાએ બની રહી છે દુનિયાની સૌથી ઊંચી ઈમારત

PC: klook.com

હાલ, બુર્જ ખલીફા દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ છે. આ ઈમારતને બનવામાં 5 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. બિલ્ડિંગ બનાવવાની શરૂઆત જાન્યુઆરી, 2004માં થઈ હતી અને ઓક્ટોબર, 2009માં તે બનીને તૈયાર થઈ ગઈ હતી. આધિકારિકરીતે તેને આજે 4 જાન્યુઆરી, 2010ના દિવસે ખુલ્લી મુકવામાં આવી હતી. એક અનુમાન અનુસાર, આ ઈમારતને બનવામાં આશરે 1.5 અબજ ડૉલરનો ખર્ચ થયો હતો.

જોકે, દુનિયાની સૌથી ઊંચી ઈમારત બનવા માટે પશ્ચિમ એશિયાના બે ટાવરોમાં જંગ છેડાઈ ગઈ છે. બંને જ ટાવર વર્ષ 2020 પહેલા પોતાનું નિર્માણ પૂર્ણ કરી લેવા માંગે છે. મતલબ કે આવતા વર્ષે 830 મીટર ઊંચા બુર્જ ખલીફા પાસેથી દુનિયાની સૌથી ઊંચી ઈમારતો તાજ છીનવાઈ જશે એ વાત નક્કી છે.

બુર્જ ખલીફાને ચેલેન્જ આપનારો પહેલો ટાવર દુબઈના ક્રીક હાર્બરમાં બની રહેલો ધ ટાવર છે. તેને 938 મીટર ઊંતો બનાવવાની તૈયારી છે. તેનું નિર્માણ શરૂ થઈ ગયુ છે, જેને અમાર બનાવી રહ્યુ છે. તેને બનાવવામાં આશરે 65 અબજ રૂપિયાનો ખર્ચ થશે. ક્રીક હાર્બરના ધ ટાવરમાં દુબઈનો 360 ડિગ્રી એટલે કે ચારો તરફ નજારો કરાવનારા ઓબ્ઝર્વેશન સેન્ટર પણ હશે. તેના ઉપરના માળો પર બગીચા પણ હશે અને રહેવા માટે ઘર અને હોટેલ પણ હશે.
જો દુબઈ ક્રીક હાર્બરે સૌથી ઊંચી ઈમારત બનવુ હશે તો તેણે કોઈપણ હાલતમાં ચાર વર્ષની અંદર તેને બનાવી લેવી પડશે. તેનુ કારણ એ છે કે, 2020માં સાઉદી અરબનો જેહાદ ટાવર પણ બનીને તૈયાર થઈ જશે. જેહાદ ટાવર દુબઈમાં બની રહેલો દુબઈ ક્રીક હાર્બર ટાવરથી 72 મીટર વધુ ઊંચી હશે. એટલે એક કિલોમીટરથી 8 મીટર વધુ ઊંચો ટાવર. તેનું નિર્માણ 2013માં શરૂ થયુ હતુ ત્યારે તેને કિંગડમ ટાવર નામ આપવામાં આવ્યુ હતુ. તેને 2018માં પૂર્ણ કરવાની યોજના હતી, પરંતુ હવે તે બે વર્ષ મોડેથી બનીને તૈયાર થશે. ડિઝાઈનના મામલામાં તેના જેવો દુનિયામાં બીજો કોઈ ટાવર નહીં હશે.

જો ઊંચી બિલ્ડિંગની વાત કરીએ તો ભારત આ મામલામાં અન્યો દેશો કરતા ઘણા પાછળ છે. ભારતની સૌથી ઊંચી ઈમારત મુંબઈની પેલેસ રોયાલ છે, જેની ઊંચાઈ 320 મીટર છે, એટલે કે 1050 ફૂટ અને તે 88 માળની છે. આ ઉપરાંત, અન્ય 4 ઈમારતોની ઊંચાઈ પણ કંઈ વધારે નથી.

  1. ઈમ્પીરિયર ટાવર, મુંબઈ (833 ફૂટ) (31 માળ)
  2. આહુજા ટાવર્સ, મુંબઈ (820 ફૂટ) (53 માળ)
  3. નિર્વાણા ટાવર એ, મુંબઈ (820 ફૂટ) (31 માળ)
  4. ઈન્ડિયાબુલ્સ સ્કાય, મુંબઈ (787 ફૂટ) (48 માળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp