મહિલા નાણામંત્રીએ મહિલાઓની વસ્તુઓ મોંઘી કરીઃ જ્વેલરી, સાડી, ડ્રેસના ભાવ વધશે

PC: khabarchhe.com

દેશમાં પહેલા મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા દેશના બજેટમાં ડાયમન્ડ અને ટેક્સટાઇલ ઉદ્યોગોને કોઇ રાહત મળી નથી. ઉપરથી સોના પર ડ્યુટી વધી જતા જ્વેલરી ઉદ્યોગને ફટકો પડશે. ટેકસટાઇલવાળા ગારમેન્ટ પેકેજની અપેક્ષા રાખીને બેઠા હતા પણ તે અપાયું નથી.
ડાયમન્ડ
ડાયમન્ડ ઉદ્યોગ માટે બોલતા જીજેઇપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું કે જે અપેક્ષા હતી તે તો પૂરી ન થઇ પરંતુ તેને બદલે ગોલ્ડ પર 10 ટકાની ડ્યૂટી 10ને બદલે 4 કરવાની માગણી હતી તેને બદલે વધારીને 12 ટકા કરી દેવાઇ. જેને કારણે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને પડતા પર પાટુ જેવો ઘાટ થશે. સોનાના ભાવ વધવાથી ગ્રાહકોને ફટકો પડશે. સોનાની દાણચોરી વધવાની શક્યતા છે. ચેમ્બર પ્રમુખ કેતન દેસાઇએ કહ્યું કે ઓલઓવર બજેટ ફાયદા કારક છે પરંતુ સુરતના ઉદ્યોગો માટે આશાજનક કશું દેખાતું નથી.
ટેકસટાઇલ
ટેક્સટાઇલ ઉદ્યોગ બાબતે પ્રતિક્રિયા આપતા ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે કહ્યું કે પૂરા બજેટમાં નાણામંત્રી ટેક્સટાઇલનું નામ જ બોલ્યા નથી. અમને ગારમેન્ટ પેકેજ જાહેર થાય તેવી આશા હતી. પરંતુ બજેટમાં અમારી આશા ઠગારી નીવડી. પેટ્રોલિયમ પર સેસ નાંખતા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધતા ટેક્સટાઇલ પ્રોડક્ટ મોંઘા થશે. સાડી અને ડ્રેસ મટિરિયલના ભાવ વધવાની શક્યતા.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp