બળવો કરીને BJPમા ગયેલા નેતાએ CM મમતા બેનર્જીને કહ્યુ- હું દીદી વગર રહી શકતી નથી

PC: news18.com

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થનારા તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સોનાલી ગુહાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને પાર્ટી છોડવા બદલ માફી માંગી છે અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ પાસે પોતાને ફરી પાર્ટીમાં સામેલ કરવાની માંગણી કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીને લખેલા પત્રને સોનાલી ગુહાએ ટ્વીટર પર શેર કર્યો છે. તેમાં તેમણે કહ્યું કે છે તેમણે ભાવુક થઈને તૃણમૂલ કોંગ્રેસ છોડી દીધી હતી.

તેમણે પત્રમાં આગળ લખ્યું કે હું તૂટેલા હૃદયથી આ પત્ર લખી રહી છું કે ભાવુકતામાં મેં બીજી પાર્ટી જોઇન કરવાનો નિર્ણય લીધો હતો, જ્યાં હું અસહજ અનુભવી રહી છું. જે રીતે માછલી પાણી વિના રહી શકતી નથી, એ રીતે હું દીદી વગર રહી શકતી નથી. હું તમારી પાસે માફી માંગી રહી છું અને જો તમે મને માફ નહીં કરો તો હું જીવી નહીં શકું. પ્લીઝ મને પાર્ટીમાં વાપસી કરવા અને તમારા આશીર્વાદ નીચે બાકીની જિંદગી વિતાવવાની મંજૂરી આપો.

તમને જણાવી દઈએ કે તૃણમૂલ કોંગ્રેસ તરફથી 4 વખતે ધારાસભ્ય રહી ચૂકેલા સોનાલી ગુહાને એક સમયમાં મમતા બેનર્જીનો પડછાયો માનવામાં આવતા હતા, પરંતુ વર્ષ 2021 વિધાનસભાની ચૂંટણી પહેલા સોનાલી ગુહાએ BJP જોઇન્ટ કરવાનો નિર્ણય લીધો હતો. સોનાલી ગુહાનો આ નિર્ણય એવા સમયે આવ્યો, જ્યારે તૃણમૂલ કોંગ્રેસે તેમને પોતાના ઉમેદવારોની લિસ્ટમાં સામેલ કર્યા નહોતા. ત્યારબાદ સોનાલી ગુહા એક ટી.વી. કાર્યક્રમમાં તૃણમૂલ કોંગ્રેસ પર વરસી પડ્યા હતા અને BJPમાં સામેલ થઈ ગયા હતા.

જોકે સોનાલી ગુહાએ વિધાનસભાની ચૂંટણી લડી નહોતી, પરંતુ કહ્યું હતું કે તેઓ BJP સંગઠનને મજબૂત બનાવવા માટે કામ કરશે. મમતા બેનર્જીને લખેલા પત્ર બાદ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા સોનાલી ગુહાએ કહ્યું હતું કે તેઓ BJPમાં અનવોન્ટેડ અનુભવી રહ્યા છે. BJP જોઇન્ટ કરવાનો મારો નિર્ણય ખોટો હતો, એ હું આજે અનુભવી રહી છું. હું પાર્ટી છોડ્યા બાદ BJPને બતાવવાનું યોગ્ય સમજતી નથી. હું BJPમાં પોતાને હંમેશાં અસહજ અનુભવી રહી છું.

તેમણે કહ્યું કે તેઓ મને મમતા દી વિરુદ્ધ ઉપયોગ કરવા માંગતા હતા, પરંતુ મેં એમ ન કર્યું. પશ્ચિમ બંગાળ વિધાસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર સોનાલી ગુહાએ કહ્યું કે તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં ફરી સામેલ થવા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરશે અને આગામી અઠવાડિયે મમતા બેનર્જીને મળવા તેમના આવાસ પર જઈશ અને તેમની સાથે વાતચીત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp