ભાજપા બાદ વધુ એક પાર્ટીના નેતાના ઘરની બહાર મળ્યું EVM, સેક્ટર ઓફિસર સસ્પેન્ડ

PC: india today.com

આસામમાં ભાજપા નેતાની પત્નીની કારમાંથી EVM મળ્યા બાદ હવે પશ્ચિમ બંગાળમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. સોમવારે મોડી રાત્રે હાવડા જિલ્લાના ઉલુબેરિયા ઉત્તર વિધાનસભા બેઠક પરથી તૃણમુલ કોંગ્રેસના નેતાના ઘરની બહારથી EVM મળતા ચકચાર મચી ગઈ છે. જ્યારે સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરી ત્યારે ચૂંટણી અધિકારીઓ જાગ્યા હતા.

ઘણા સીલપેક EVM તૃણમુલ કોંગ્રેસ નેતા ગૌતમ ઘોષના ઘરની બહારથી મળી આવ્યા છે. જ્યારે પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે સેક્ટર ઓફિસરે જણાવ્યું હતું કે,જ્યારે અમે સેક્ટર ઓફિસ સુધી પહોંચ્યા ત્યાર સુધીમાં CAPFએ બધુ લોક કરી દીધું હતું. ત્યાર બાદ મારા આસી. સેક્ટર ઓફિસરે કહ્યું કે, આને આપણે મારા સંબંધીને ત્યાં રાખી શકીએ છીએ. મને ખ્યાલ ન હતો એ તૃણમુલ કોંગ્રેસના નેતાની વાત કરી રહ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ ચૂંટણી કમિશને પગલાં લીધા હતા. સેક્ટર ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

કમિશને કહ્યું કે, તૃણમુલ કોંગ્રેસના નેતાના ઘરની બહારથી મળેલા EVM મશીનને ચૂંટણી પ્રક્રિયામાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ કેસમાં ગુનેગાર તમામ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે. આસામમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન ભાજપ ઉમેદવારના પત્નીની કારમાંથી EVM મળ્યું હતું. આ દરમિયાન આસામના કરીમનગર વિસ્તારની બહારના વિસ્તારમાં હિંસા ભડકી હતી. જેની સાથે સ્થિતિને કાબુમાં કરવા માટે પોલીસને હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો.

લોકોએ EVMને સ્ટ્રોંગ રૂમ સુધી લઈ જવા માટે ભાજપના ઉમેદવારની કારનો ઉપયોગ થતા વિરોધ કર્યો હતો. આ કેસમાં ચૂંટણી કમિશને ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ આ કેસમાં ઊંડી તપાસ કરવા માટે આદેશ આપ્યા હતા. આ ઘટના બાદ થયેલી હિંસાના આરોપસર કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે. આસામમાં ત્રણ તબક્કામાં ચૂંટણી પૂર્ણ થશે. જ્યારે પશ્ચિમ બંગાળ એકમાત્ર રાજ્ય છે જ્યાં પાંચ તબક્કામાં મતદાન પૂર્ણ થશે. જોકે, આસામ અને પશ્ચિમ બંગાળની ચૂંટણીના દિવસો તથા પ્રચારના દિવસો હિંસાથી ભરપુર રહ્યા છે. ક્યારેક કોઈ નેતાની કાર પર હુમલો તો ક્યારેક આવી સ્થિત સામે આવતા અનેક સુરક્ષાલક્ષી પ્રશ્નો ચર્ચાય રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp