અલગ દેશ બની ગયા છે અમિત શાહ, તેમના પર લાગૂ નથી થતા ભારતના કાયદાઃ રવિશ કુમાર

PC: ndtvimg.com

દેશના જાણીતા પત્રકાર રવિશ કુમારે એક લેટર લખીને અમિત શાહ જે રેલીઓ કરી રહ્યા તેના પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે લખ્યું હતું કે, ચૂંટણી પંચ શું દેશના ગૃહમંત્રી પર કાર્યવાહી કરી શકે છે? આ સવાલને જરા પૂછજો. તમને મહેસૂસ થશે કે તમે પોતાની જાત સાથે કેટલો સંઘર્ષ કરી રહ્યા છો. પોતાને જ દાવ પર લગાવી રહ્યા છો. અમિત શાહ પર કાર્યવાહીની વાત તમે કલ્પનામાં પણ વિચારી શકો નહીં અને એ તો જરા પણ નથી કે ચૂંટણી પંચ તેમની સામે કાર્યવાહી કરવાનું સાહસ કરે. કારણ કે તમે એ વાત ખૂબ સારી રીતે જાણો છો કે ચૂંટણી પંચ બસ હવે નામનું જ રહી ગયું છે. તમને ખબર જ હશે કે કોઇ હિંમત કરી શકે નહીં.

ચૂંટણી પંચે જ નિયમ બનાવ્યો છે કે કોરોના કાળમાં રોડ શો કઇ રીતે થશે. આ નિયમોનું ગૃહમંત્રીના રોડ શોમાં પાલન થતું નથી. રોડ શોમાં અમિત શાહ માસ્ક લગાવતા નથી. બુધવારે બંગાળમાં આખો દિવસ માસ્ક વગર રોડ શો કરતા રહ્યા. જ્યારે ચૂંટણી પંચ ગૃહમંત્રી પર જ એક્શન ન લઇ શકે તો વિપક્ષી નેતાઓના રોડ શો પર કઇ રીતે એક્શન લેશે? પણ જો અમિત શાહ ચૂંટણી પંચના નિયમોનું પાલન કરતે તો પંચ વિપક્ષી દળોની રેલીઓમાં જરૂર એક્શન લેતે કે કોરોનાના નિયમોનું પાલન થઇ રહ્યું નથી.

ચૂંટણી પંચ રોજ પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે, જેથી તેની છવિ જ ખતમ થઇ જાય અને તે પણ ગોદી મીડિયાના એંકરોની જેમ ડમરુ વગાડવા માટે આઝાદ થઇ જાય. દરેક પ્રકારના સંકોચથી મુક્ત થઇ જાય.

લોકડાઉન અને કર્ફ્યૂની વિશ્વસનીયતા પણ ખતમ થઇ ગઇ છે. પહેલીવાર નાગરિકોને લાગ્યું હતું કે જો બચવા માટે આ જ કડક નિર્ણય છે, તો સહકાર આપીએ. આ મામલામાં નાગરિકોનું સાથ આપવાનું પ્રદર્શન સારું રહ્યું. જોકે, તેમને ખબર નહોતી કે લોકડાઉનનો જ નિર્ણય શા માટે લેવામાં આવ્યો. શું એ જ એકમાત્ર વિકલ્પ હતો? કડક નિર્ણય લેવાની એક સનક હોય છે. તેનાથી છવિ તો બની જાય છે, પણ લોકોનું જીવન તબાહ થઇ જાય છે. થયું પણ એ જ. લોકો રસ્તા પર આવી ગયા, વેપાર ખતમ થઇ ગયો.

પછી નાગરિકોએ જોયું કે નેતાઓ કેટલા બેદરકાર છે. ચૂંટણીઓમાં મજા લઇ રહ્યા છે. અધધધ પૈસા ખર્ચ થઇ રહ્યા છે. લાગતું જ નથી કે આ દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. રેલીઓમાં લાખો લોકો આવી રહ્યા છે. રોડ શો થઇ રહ્યા છે. ત્યાં કોરોના માટેના પ્રતિબંધો નથી. પણ સ્કૂલ ખૂલશે નહીં, કોલેજો બંધ રહેશે, દુકાનો બંધ રહેશે. લોકોનું જીવન બર્બાદ થવા લાગ્યું અને નેતાઓ ભીડનું પ્રદર્શન કરવા લાગ્યા. એજ કારણ છે કે દેશના નાગરિકો હવે વધારે સહન કરવા તૈયાર નથી.

પાછલી વાર જ્યારે કેસ વધવા લાગ્યા, તો પ્રધાનમંત્રી ટીવી પર આવ્યા, ગંભીરતાનો માસ્ક પહેરી. આજે તો સ્થિતિ પહેલા કરતા વધારે ખરાબ છે, તેઓ ચૂંટણીમાં છે. તેમના ગૃહમંત્રી માસ્ક વિના પ્રચાર કરી રહ્યા છે. તેમના રોડ શોમાં કોઇ નિયમ અને કાયદો નથી. તો નાગરિકો પર કોરોનાના નિયમો થોપવામાં આવી રહ્યા છે. અમિત પોતાની જાતે જ એક અલગ દેશ બની ગયા છે, જેમના પર ભારતના કોરોનાના કાયદા લાગૂ થતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp