16 વર્ષની છોકરી બની એક દિવસ માટે PM, જાણો કારણ

PC: dnaindia.com

ગ્લોબલ વોર્મિંગ અને માનવાધિકારોના મુદ્દા પર સક્રિયરૂપથી અભિયાન ચલાવનારી 16 વર્ષની એક છોકરીને એક દિવસ માટે ફિનલેન્ડની વડાપ્રધાન બનાવવામાં આવી હતી. મીડિયાના રિપોર્ટ પ્રમાણે, દેશમાં જાતિય ભેદભાવ ખતમ કરવા માટે એક અભિયાનના ભાગરૂપે આ ટીનએજ છોકરીને સન્માન આપવામાં આવ્યું હતું.

ફિનલેન્ડના વડાપ્રધાન મારિને એક દિવસ માટે પોતાનું પદ આ છોકરી જેનું નામ એવા મુર્તો છે તેને આપ્યું હતું. આ એક દિવસમાં મુર્તો રાજનેતાઓ સાથે મુલાકાત લીધી હતી અને ટેક્નોલોજીમાં મહિલાઓના અધિકારો પર વાત કરી હતી. માનવતાવાદી સંગઠન પ્લાન ઈન્ટરનેશનલની ગર્લ્સ ટેકઓવર પહેલમાં ફિનલેન્ડની ભાગીદારીનું આ ચોથું વર્ષ છે. આ સંગઠન દુનિયાભરના દેશોમાં કિશોર-કિશોરીઓને એક દિવસ માટે નેતાઓ અને અન્ય ક્ષેત્રના પ્રમુખની ભૂમિકા ભજવવાની પરવાનગી આપે છે. આ વર્ષે સંગઠનનું જોર છોકરીઓ માટે ડિજીટલ કૌશલ અને ટેક્નીકલ તકને વધારો આપવા પર છે.

એક સ્પીચમાં મુર્તોએ કહ્યું હતું કે, આજે તમારી સામે બોલવામાં મને ઘણી ખુશી થઈ રહી છે. પરંતુ, સાથે મને વિચાર એ પણ આવે છે કે મારે અહીં ઊભું ના રહેવું પડે અને છોકરીઓ માટે ચલાવવામાં આવી રહેલા ટેકઓવર જેવા અભિયાનોની જરૂર ના પડે તો કેટલું સારું. તેણે વધુમાં કહ્યું હતું કે, સચ્ચાઈ એ છે કે આપણે હજુ સુધી ધરતી પર પૂરી રીતે લિંગ સમાનતા હાંસલ કરી નથી. જ્યારે આપણે આ ક્ષેત્રમાં ઘણું સારું કામ કર્યું છે, પરંતુ હજુ પણ ઘણું કરવાનું બાકી છે.

રિપોર્ટ પ્રમાણે, દુનિયામાં સૌથી ઓછી ઉંમરના વડાપ્રધાન તરીકે માત્ર 34 વર્ષની ઉંમરમાં શપથ લેનારી મારિનએ જોર આપીને કહ્યું છે કે ટેક્નોલોજીની બધા માટે સુલભતા સુનિશ્ચીત કરવું ઘણું જરૂરી છે. જણાવી દઈએ કે મારિન ફિનલેન્ડની ત્રીજી મહિલા વડાપ્રધાન છે અને અન્ય ચાર પાર્ટીઓની સાથે કેન્દ્રમાં ગઠબંધનનું નેતૃત્વ કરે છે. આ ચારેય પાર્ટીઓની અધ્યક્ષ મહિલાઓ જ છે અને જમાંથી 3 પાર્ટીના અધ્યક્ષ મહિલાઓની ઉંમર 35 વર્ષથી ઓછી છે.

દુનિયામાં મહિલાઓના હકને લઈને ઘણા કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યા છે, જેમાં મહિલાઓને સમાન હક અપાવવા માટેના કામ કરવામાં આવે છે. આ સિવાય નોકરીથી લઈને દરેક ક્ષેત્રમાં મહિલાઓના સમાન હક માટેના કાયદા બનાવવા અંગે પણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp