આ યુવતી સાથે બસમાં ઘટી એવી ઘટના, પછી બદલાઈ ગયું જીવન, બની ગઈ IPS
માણસ પોતાના જીવનમાં બનેલી દરેક ઘટના પરથી ઘણુ બધુ શીખે છે અને ઘણીવાર જીવનમાં કેટલીક એવી ઘટનાઓ બની જાય છે, જે માણસની વિચારસરણી અને વિચારોને બદલી નાંખે છે. આવુ જ કંઈક થયુ IPS શાલિની અગ્નિહોત્રીની સાથે. તો ચાલો જાણીએ કે કઈ એક બસ કન્ડક્ટરની દીકરી બની ગઈ IPS. શાલિનીએ ક્યારેય પણ IPS બનવા અંગે વિચાર્યું નહોતું, પરંતુ જીવનમાં બનેલી એક ઘટનાએ તેને IPS બનવાનો રસ્તો બતાવ્યો.
એક ઈન્ટરવ્યૂમાં શાલિનીએ જણાવ્યું હતું, એકવાર તે અને તેની માતા એ જ બસમાં પ્રવાસ કરી રહ્યા હતા, જેમાં તેના પિતા કન્ડક્ટર હતા. તેણે જણાવ્યું, જ્યાં મારી મમ્મી બેઠી હતી, તેની સીટની પાછળ એક વ્યક્તિ સીટ પકડીને ઊભો હતો. ત્યારબાદ મમ્મીએ તેને કહ્યું કે, હાથ અહીંથી હટાવી લો, પરંતુ તે વ્યક્તિએ એવુ ના કર્યું, તે વ્યક્તિએ ગેરવર્તણૂંક કરતા કહ્યું, શું તમે ડીસી (કલેક્ટર) છો કે હું તમારી વાત માની લઉં.
હું તમે સમયે નાની બાળકી હતી. તે સમયે મેં વિચાર્યું કે આખરે આ ડીસી કોણ હોય છે, જેની વાત સૌ માને છે. શાલિનીએ જણાવ્યું કે, જ્યારે હું 10માં ધોરણમાં આવી તો તેના વિશે થોડી માહિતી મળી. ત્યારબાદ મેં વિચારી લીધુ કે હું પોલીસ ઓફિસર જ બનીશે. શાલિની નાનપણથી હોંશિયાર હતી. તેના માતાએ જણાવ્યું હતું કે, તે છોકરાઓની સાથે લખોટી રમતી હતી. જ્યારે હું કહેતી કે છોકરીઓ લખોટી ના રમે તો તે મને કહેતી, ના મમ્મી છોકરીઓ લખોટી પણ રમી શકે.
શાલિની હિમાચલના ઉનાના ઠઠ્ઠલ ગામની વતની છે, નાનકડા ગામમાં દીકરી મોટી થતા જ માતા-પિતાને તેના લગ્નની ચિંતા થવા માંડે. પરંતુ શાલિનીના માતા-પિતાએ તેને હંમેશાં આગળ વધવા માટે પ્રેરિત કરી. શાલિનીએ જણાવ્યું, ભલે પિતા બસ કંડક્ટરના પદ પર હતા, પરંતુ મારા ભણતરમાં કોઈપણ પ્રકારની કચાશ નહોતી રાખી. શાલિનીએ માત્ર 18 મહિનાની તૈયારી બાદ 2011માં UPSCની પરીક્ષા આપી. IPSની ટ્રેનિંગ દરમિયાન શાલિનીને 65મી બેચમાં પહેલું સ્થાન મળ્યું હતું. તેની પહેલી પોસ્ટિંગ કુલ્લૂમાં થઈ હતી.
શાલિનીએ ધર્મશાલાની DAV સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હિમાચલ પ્રદેશની એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. ગ્રેજ્યુએશનના અભ્યાસ દરમિયાન જ તેણે UPSCની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી, 2011માં તેણે પરીક્ષા આપી જેમાં ઓલ ઈન્ડિયા લેવલ પર તેણે 285મો રેન્ક હાંસલ કર્યો. ત્યારબાદ ડિસેમ્બર 2012માં હૈદરાબાદમાં ટ્રેનિંગ જોઈન કરી હતી. હાલ શાલિની કુલ્લૂ જિલ્લામાં એસપીના પદ પર સેવા આપી રહી છે. જણાવી દઈએ કે, સૌથી પહેલા સિમલામાં સહાયક પોલીસ અધિક્ષકના પદ પર તેને પહેલું પોસ્ટિંગ મળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp