પ્રેગ્નેંટ મહિલાનો પગ લપસ્યો, પેટમાં રહેલાં બાળકનું મોત થતાં 9 વર્ષની જેલ

PC: aajtak.in

29 વર્ષની એક મહિલાને 9 વર્ષની જેલની સજા કાપવી પડી હતી કારણ કે એક દુર્ઘટનામાં તેના પેટમાં રહેલા બાળકનું મૃત્યુ થયું હતું. હવે જેલમાંથી બહાર આવ્યા પછી તે સરકારને વિનંતી કરી રહી છે કે અબોર્શન માટેના કડક કાયદામાં બદલાવ કરવામાં આવે જેથી તેના જેવી બાકીની મહિલાઓને પણ પરેશાની ઝેલવી ન પડે. વર્ષ 2012માં જ્યારે રોગેસ ગાર્સિયા 8 મહિનાની પ્રેગનન્ટ હતી તે સમયે કપડાં ધોતી વખતે તેનો પગ લપસી ગયો અને તે બેહોશ થઈ રહી ગઈ હતી. જ્યારે તે ઉઠી તો તેના હાથને બેડ સાથે બાંધી દેવામાં આવ્યા હતા.

ચાર દિવસ પછી તે તેની ઈજામાંથી બહાર ઉભરી પણ ન હતી અને કોર્ટે તેને સજા સંભળાવી દીધી હતી કારણ કે આ ઘટનામાં તેના બાળકનું મૃત્યુ થયું હતું. સારા રોગેલ ગાર્સિયાને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી જેને ઘટાડીને 9 વર્ષની કરવામાં આવી હતી. સારા ગયા મહિને જ જમાનત પર છૂટીને બહાર આવી છે. વાઈસ વર્લ્ડ ન્યૂઝની સાતે વાતચીતમાં રોગેલે કહ્યું કે અમને મહિલાઓને પણ જીવવાનો હક છે. જે મારી સાથે થયું છે તે એક એક્સિડન્ટ હતો તેમાં મારી કોઈ ભૂલ ન હતી.

મતલબ છે કે એલ સાલ્વાડોરમાં એબોર્શનને લઈે ઘણા સખત કાયદા છે. તેના લીધે કોઈ મહિલાનું મિસ કેરેજ થાય છે અથવા પછી કોઈ મહિલાને ગર્ભપાત જેવી ઈમરજન્સીનો સામનો કરવો પડે છે, તો તેને શકની નજરોથી જોવામાં આવે છે. ડાયરેક્ટર ઓફ વુમન રાઈટ્સ ગ્રુપની સભ્ય મોરેના હેરેરાનું કહેવું છે કે ભલે રોગેલને છોડવામાં આવી પરંતુ હજુ પણ ઘણી એવી મહિલાઓ આ રીતના આરોપના કારણે જેલમાં બંધ છે. હાલત એવા છે કે ઘણા ડૉકટર્સ પણ સજાના ડરથી કોઈ જટિલ પ્રેગનન્સીનો ઈલાજ કરવાથી ગભરાય છે.

તેણે આગળ કહ્યું છે કે એક્ટોપિક પ્રેગનન્સી મહિલાઓ માટે ઘણી જટિલ માનવામાં આવે છે અને તેમાં તેમની જાનને પણ ખતરો હોય છે. દુનિયામાં એવું કશે નથી કે એક્ટોપિક પ્રેગનન્સીના લીધે મહિલાઓને કડક સજા આપવામાં આવતી હોય પરંતુ એલ સાલ્વાડોરમાં એવું જ છે. સારા 9 વર્ષ સજા કાપ્યા પછી  પોતાના ઘરે પાછી ફરી છે અને પોતાના પરિવાર સાથે સમય વીતાવી રહી છે. તેણે કહ્યું કે મને લાઈફમાં મોટિવેશન મળી ગયું છે અને મને મારા પરિવારના લોકો સાથે વધારે સમય વીતાવવો છે અને આ પળને એન્જોય કરવી છે.

સારાએ એ પણ કહ્યું છે કે તે તેના જેવી જ સજા કાપી રહેલી મહિલાઓની મદદને લઈને પણ ઘણી પ્રેરિત છે. તેણે કહ્યું છે કે મેં જેલમાં એવી ઘણી મહિલાઓને વાદો કર્યો છે કે જ્યારે પણ હું બહાર નીકળીશ તો તેમને પણ જેલમાંથી બહાર કાઢવાની કોશિશ કરીશ. મને લાઈફમાં બીજો ચાન્સ મળ્યો છે તેવો જ જેલમાં સજા કાપી રહેલી બાકીની મહિલાઓને પણ મળવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp