26th January selfie contest

બાળકો, સગર્ભા સ્ત્રી, સ્તનપાન કરાવતી માતા માટે પૂરતું પોષણ PMની અગ્રતા છે: શાહ

PC: hindustantimes.com

ત્રીજા રાષ્ટ્રીય પોષણ માસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ નાગરિકોને પ્રતિજ્ઞા લેવાની અને કુપોષણ મુક્ત ભારત માટે ફાળો આપવા આહ્વાન કર્યું. અમિત શાહે શ્રેણીબદ્ધ ટ્વિટમાં કહ્યું કે, બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પૂરતું પોષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની પ્રાથમિકતા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી દ્વારા વર્ષ 2018માં શરૂ કરાયેલ પોષણ અભિયાન એક મજબૂત યોજના છે, જે દેશમાંથી કુપોષણને દૂર કરવામાં અભૂતપૂર્વ ભૂમિકા ભજવી રહી છે. અમિત શાહે કહ્યું કે, આ પોષણ માસ 2020 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર ગંભીર તીવ્ર કુપોષણવાળા બાળકોના સાકલ્યવાદી પોષણ માટે દેશભરમાં સઘન અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, આ યોજનાને વધુ મજબુત બનાવવા, ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ અને કુપોષણ મુક્ત ભારત માટે ફાળો આપીએ.

સપ્ટેમ્બર 2020માં ત્રીજા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. પોષણ માસનો ઉદ્દેશ્ય નાના બાળકો અને સ્ત્રીઓમાં કુપોષણને દૂર કરવા અને દરેકને આરોગ્ય અને પોષણ સુનિશ્ચિત કરવા જન ભાગીદરીને પ્રોત્સાહિત કરવાનો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp