નારી શક્તિ પુરસ્કાર મહિલા દિવસે એનાયત કરાશે, આ છે અરજી કરવાની છેલ્લી તારીખ

PC: narishaktipuraskar.wcd.gov.in

ભારત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવે છે. નોડલ મંત્રાલય તરીકે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પણ દર વર્ષે રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ખાસ વ્યક્તિ વિશેષો, સંસ્થાઓ, જૂથો વગેરેને મહિલા સશક્તિકરણમાં અનન્ય પ્રદાન બદલ નારી શક્તિ પુરસ્કારના નામના રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજે છે. એ મુજબ વર્ષ 2020ના નારી શક્તિ પુરસ્કાર 8મી માર્ચ 2021 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એનાયત કરાશે.

નારી શક્તિ પુરસ્કાર 15 વ્યક્તિ વિશેષો, સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરેને એનાયત કરાશે. આ પુરસ્કાર માટે માત્ર ઓનલાઈન એપ્લિકેશન જ સ્વીકારવામાં આવશે. આપ ઓનલાઈન અરજી તેમજ નારી શક્તિ પુરસ્કારની વધુ માહિતી http://narishaktipuraskar.wcd.gov.in વેબસાઈટ પરથી મેળવી શકશો. અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2021 રખાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp