શું તમને પણ પ્રેગ્નેન્સીથી લાગે છે ડર, તો તમે છો ટોકોફોબિયાનો શિકાર

PC: Pregnant woman standing outside on a sunny day

પ્રેગ્નેન્સી આમ તો એક સુંદર અનુભવ છે પરંતુ આ દરમિયાન એક મહિલાના શરીરમાં એટલા બધા બદલાવ થાય છે કે 9 મહિનાની આ સફર ઘણીવાર તમને ડરાવી દે છે. કોઇ પણ ગર્ભવતી મહિલાને દુખાવો અને તકલીફમાં જોઇને જો તમને પ્રેગ્નેટ થવાથી ડર લાગે છે તો તમે એક રીતના ફોબિયાનો શિકાર છો અને ટોકોફોબિયા કહે છે.

લોકોના અનુભવ સાંભળીને ડરી જાય છે મહિલાઓ

ટોકોફોબિયાને પેથોલોજિકલ ફિયર એટલે કે બીમારીથી જોડાયેલ માનવામાં આવે છે અને કોઇ પણ મહિલાની અંદર તે સમયે તે પેદા થાય છે જ્યારે તે બજી કોઇ મહિલાને બાળકને જન્મ આપતા જોવે છે અને તે જ વખતે ફિલ થતો દુખાવો અને તકલીફના કારણે તે પોતાને બાળક પેદા કરવાથી લઇને ગભરાઇ જાય છે. એટલુ જ નહી આ દિવસોમાં સોસિયલ મીડિયા દ્રારા લોકો પ્રેગ્નેન્સીથી જોડાયેલી પોતાના પર્સનલ અનુભવને પણ શેર કરે છે જેને વાંચ્યા બાદ પણ ઘણી મહિલાઓના મનમાં ગર્ભાવસ્થાને લઇને ડર પેદા થઇ જાય છે.

7 ટકા મહિલાઓ ટોકોફોબિયાથી પિડાય છે

ઘણીવાર પ્રેગ્નેન્સી એક ખાસ સુખદાયક અને સારો અનુભવ હોવાના કારણે કેટલીક મહિલાઓ માટે તકલીફકારક અને મુશ્કેલીથી ભરેલ સફર હોઇ શકે છે. ત્યાં સુધી કે કેટલીક મહિલાઓને તો ટ્રામા જેવો અક્સપીરિયંસ પણ થાય છે. જો કે આવી પરિસ્થિતીમાં ઘણા ઓછા લોકોની સાથે થાય છે અને આ રીતના મામલા હજી ક્યારેક જ થાય છે. એક રિપોર્ટ મુજબ 7 ટકા મહિલાઓ એવી ટોકોફોબિયા એટલે કે બાળકને જન્મ આપવાના ડરના ટ્રામાથી પીડિત છે.

ટોકોફોબિયાના લક્ષણ

સરળ શબ્દોમાં કહીએ તો ટોકોફોબિયા ને 2 અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવે છે, પ્રાઇમરી-સેકેંન્ડરી. એવી મહિલાઓ જેણે પોતે ક્યારે પણ બાળકને જન્મ નથી આપ્યો પરંતુ બાળકને જન્મ આપવા વાળી મહિલાઓના ફોટા જોઇને તે પરેશાન થઇ જાય છે તેને પ્રાઇમરી કેટેગરીમાં રાખવામાં આવે છે. પ્રાઇમરી ટોકોફોબિયાની અસરને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરના લક્ષણોથી પણ કંપેર કરી શકાય છે. ત્યાંજ બીજી બાજુ સેકંડરી ટોકોફોબિયા ત્યારે થાય છે જ્યારે કોઇ મહિલા પોતે કોઇપણ પ્રકારના ટ્રામેટિક બર્થ એક્સપીરિયંસ જેમકે મિસકેરેજ અથવા સ્ટિલબર્થથી પસાર થઇ ગઇ હોય. આ રીતની પરિસ્થિતિ કોઇ પણ મહિલાની અંદર ટ્રોમાં જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

કેવી રીતે કરશો તેનો ઉપાય

આમ તો વધારે મહિલાઓ ટોકોફોબિયાથી પીડિત હોય તે પોતે જ આ પરિસ્થિતિનો સામનો કરી લે છે. તેમને ફક્ત પ્રેગ્નેન્સી દરમિયાન પોતાની આસપાસ રહેલ લોકો અને તમની દેખભાળ કરવાવાળા વ્યક્તિઓથી દેખભાળ કરવાવાળાથી થોડા સપોર્ટની જરુર છે પરંતુ ટ્રામૈટિક એક્સપીરિયંસથી પસાર થવાવાળી મહિલાઓ માટે કાઉન્સિંલિંગ જરુરી હોય છે. કોઇ પણ બીજી ફોબિયાની જેમ ટોકોફોબિયાના ઇલાજમાં પણ એક્સપર્ટને એ જાણવાની જરુરત હોય છે કે આખરે આ ડરનુ મુખ્ય કારણશુ છે. ટોકોફોબિયાના મરીજમાં જો ડિપ્રેશન, એગ્નાઇટી જેવા લક્ષણો દેખાય તો તેને ડાયરેક્ટ થેરાપીની જરુર છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp