બાળકો માટેની વેક્સીનને લઇ સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનું મોટું નિવેદન

PC: thehindubusinessline.com

ભારતમાં હાલમાં વેક્સીનેશનનું કામ ચાલી રહ્યું છે. પણ આ વેક્સીનેશન ડ્રાઈવમાં બાળકો સામેલ નથી. તેમને લઇ હજુ વેક્સીનની ટ્રાયલ ચાલી રહી છે. દુનિયામાં બાળકો માટે ફાઇઝરની વેક્સીનને અમેરિકન સ્વાસ્થ્ય એજન્સી દ્વારા મંજૂરી મળી ચૂકી છે. કહેવામાં આવી રહ્યું છે કે જો બાળકોમાં વેક્સીનેશનની શરૂઆત કરી દેવામાં આવે તો તેનાથી કોરોના વાયરસની ચેન તોડવામાં સફળતા મળી શકે છે.

ભારત અત્યાર સુધીમાં 42 કરોડથી વધારે કોરોના વેક્સીન આપી ચૂક્યું છે. જોકે દેશમાં હજુ સુધી બાળકો માટે કોરોના વેક્સીનને મંજૂરી મળી નથી. કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે બાળકોનું વેક્સીનેશન જલદી શરૂ કરવું જરૂરી છે.

આ બધાની વચ્ચે દેશના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બાળકો માટે કોરોના વેક્સીનને લઇ એક અપડેટ આપી છે. પહેલીવાર સરકાર તરફથી કોઇ સંકેત આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ ભાજપા સાંસદોની સંસદીય દળની બેઠકમાં બાળકોની વેક્સીનને લઇ જાણકારી આપી છે. દેશમાં બાળકો માટે કોરોના વેક્સીન ઓગસ્ટ સુધીમાં આવી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ ભાજપા સાંસદોને આ વાત કહી છે.

આ પહેલા બાળકો માટે કોરોના વેક્સીન સપ્ટેમ્બર સુધીમાં આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. એમ્સના પ્રમુખ ડૉ. ગુલેરિયાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે સપ્ટેમ્બર સુધીમાં બાળકો માટે કોરોના વેક્સીનના વપરાશ માટે મંજૂરી આપવામાં આવી શકે છે. દેશમાં ઝાયડસ કેડિલાની વેક્સીન બાળકો માટે છેલ્લા તબક્કાની ટ્રાયલમાં છે. તો ભારત બાયોટેક પણ બાળકો માટે કોરોના વેક્સીન તૈયાર કરવાનું કામ કરી રહ્યું છે. તે પણ ત્રીજા ચરણના પરીક્ષણમાં છે. જો ટ્રાયલના પરિણામ સફળ રહ્યા તો બાળકોની કોરોના વેક્સીનને આવનારા ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે.

બાળકો માટે કોરોના વેક્સીનની ટ્રાયલ પટના અને દિલ્હી એમ્સમાં પણ થઇ છે. ભારત બાયોટેકની સ્વદેશી વેક્સીન કોવેક્સીન પહેલાથી જ દેશભરમાં ઈમરજન્સી ઉપયોગ માટે વયસ્કોને આપવામાં આવી રહી છે. દુનિયામાં અમેરિકન કંપની ફાઇઝરની કોરોના વેક્સીન બાળકોને લગાવવામાં આવી રહી છે. જેમાં કેનેડા સૌથી પહેલો દેશ હતો. જોકે આ કંપનીએ ભારતમાં પ્રવેશને લઇ ઘણી શરતો રાખી છે. જેમાં વેક્સીનેશનને લઇ કોઇપણ કાયદાકીય કાર્યવાહીમાંથી છૂટની પણ શરત સામેલ છે.

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે બાળકોને સ્કૂલે મોકલવા અને ત્રીજી લહેરથી સુરક્ષિત કરવા માટે વેક્સીનેશન ખૂબ જ જરૂરી છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર વધારે અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલ્હી સહિત ઘણી રાજ્ય સરકારો પણ સ્કૂલો ખોલવા માટે બાળકોમાં વેક્સીનેશનને ખૂબ જ જરૂરી ગણાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp