તમારા એરિયામાં છું, મળશો? ડેટ માટે છોકરાઓને ચકમો આપે છે આ છોકરી
બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ બનતા પહેલા લોકો એકબીજાને મળે છે, જેને ડેટ પર જવુ પણ કહેવાય છે. જોકે, ડેટ પર ગય બાદ ઘણીવાર એહસાસ થાય છે કે બીજી વ્યક્તિ, તમારા જેવી નથી અને તમે તેની સાથે આગળ ડેટ પર જવા નથી માગતા. આ સમગ્ર પ્રક્રિયામાં સમય વેડફાય છે અને ઈમોશનલ તકલીફ પણ ઘણીવાર થાય છે. એક યુવતીએ તેનું સમાધાન શોધી કાઢ્યું છે અને તે પહેલીવાર કોઈ છોકરા સાથે ડેટ પર જતા પહેલા સ્ક્રીનિંગ માટે છોકરાઓને મળે છે.
તેને માટે એમિલી વેરનેમ નામની યુવતી પહેલા તો છોકરા સાથે ડેટ નક્કી કરી છે અને પછી તે કોઈક દિવસ તેને મેસજ કરે છે, હું આજે સાંજે તારા એરિયામાં છું, મળશે? આ રીતે તે છોકરાઓને ચકમો આપીને પહેલી ઓફિશિયલ ડેટ પહેલા થોડાં સમય માટે મળે છે. એમિલી જણાવે છે કે, ઘણીવાર તે 10 મિનિટમાં જ કોઈ બહાનું બનાવીને અચાનક નક્કી કરેલી મુલાકાત પૂરી કરી દે છે. એટલે કે તેને 10 મિનિટમાં જ એહસાસ થઈ જાય છે કે તે એ છોકરા સાથે આગળ ડેટ પર નહીં જઈ શકે. અથવા ઘણીવાર છોકરો જ 10 મિનિટની મુલાકાત બાદ તેને મેસેજ કરી દે છે કે તેને નથી લાગતું કે આપણે આગળ ડેટ ચલાવવી જોઈએ.
એમિલી વેરનેમે એક વેબસાઈટ પર પોતાની સ્ટોરી શેર કરી છે અને તેની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એમિલી ડેટ પહેલા સ્ક્રીનિંગ કરે છે. જે અંતર્ગત તે કોઈપણ વ્યક્તિને 30 મિનિટ કરતા વધુ સમય નથી આપતી. એમિલી મૂળ ઓસ્ટ્રેલિયાની રહેવાસી છે. એમિલીએ જણાવ્યું કે, તે એક પછી એક છોકરાઓને મેસેજ કરે છે અને કહે છે, આજે સાંજે હું તારા વિસ્તારમાં રહીશ. આ સાથે જ તે વ્યક્તિને કોફી પીવા માટે પણ પૂછે છે.
View this post on Instagram
એક ડેટને યાદ કરતા એમિલી કહે છે, અમે બંને એક કેફેમાં મળ્યા હતા. હું તેની તરફ આકર્ષિત થઈ ગઈ હતી. પરંતુ, પહેલાથી નક્કી પ્લાન અંતર્ગત તે 20 મિનિટ પહેલા જ નીકળી ગયો. જ્યારે એમિલી પોતે ઈચ્છતી હતી કે તે તેની સાથો લાંબો સમય સુધી રહે.
એમિલીએ આગળ જણાવ્યું કે, ત્યારબાદ તે છોકરાનો મેસેજ આવ્યો અને તેણે કહ્યું કે, તારી સાથે મારો સારો સમય વીત્યો પરંતુ, મને નથી લાગતું કે આપણે બંને એકબીજા માટે અનુકૂળ છીએ. એમિલીએ કહ્યું કે, એ સારું થયું કે તેની સાથે મેં વધુ ટાઈમ ખરાબ ના કર્યો.
View this post on Instagram
ત્યારબાદ એમિલીએ વધુ એક વ્યક્તિને મેસેજ કર્યો, તેને પણ તે કેફેમાં મળી. પરંતુ, અમિલીને તે વ્યક્તિ પસંદ ના આવ્યો. ત્યારબાદ વાતચીતમાં તેણે તે વ્યક્તિને કહ્યું કે, તેણે એક જરૂરી કામ માટે જવાનું છે. આમ, એમિલી બહાનું બનાવીને કેફેમાંથી ચાલી ગઈ. એમિલીએ કહ્યું કે, પ્રી ડેટ સ્ક્રીનિંગ તેને માટે કામ કરી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp