પ્રૅગનન્ટ પત્નિ વિશે પતિને ખબર હોવી જોઇએ આ 4 જરૂરી વાતો

PC: pixfeeds.com

પ્રેગ્નેન્સી નો સમય દરેક મહિલા માટે ઘણો ખાસ હોય છે. આ સમયે તેને ખાસ દેખરેખની જરુર હોય છે, જેથી હર્મોન્સના કારણે શરીરમાં આવેલ માનસિક અને શારીરિક બદલાવનો સરળતાથી સામનો કરી શકાય છે. એવામાં તેના પતિ માટે પ્રેગ્નેન્સીથી જોડાયેલી કેટલીક ખાસ વાતોની જાણકારી ખૂબ જરુરી છે જેથી તેનું ચિડચીડુપણ અને જરુરતની દરેક વસ્તુનો એ ખ્યાલ રાખી શકે. આવો જાણીએ કેટલીક એવી વાતો જે પ્રેગ્નેટ મહિલાઓ ના પતિ માટે સમજવી ખૂબ જરુરી છે.

મૂડ બદલાવવો

આ સમય દરમિયાન મહિલા જો કોઇ વાતને લઇને મુશ્કેલીમાં છે અથવા પછી જરુરથી વધારે રિએક્ટ કરી રહી છે તો હેરાન ન થાઓ. આ સમય મૂડ બદલાવવો કોઇ ખાસ મોટી વાત નથી. પ્રેગ્નેન્સીમાં મહિલામાં શારીરિકની સાથે સાથે માનસિક તણાવ આવવો સામાન્ય વાત છે એવામાં પતિએ પત્નિની સ્થિતિ સમજીને તેનો સાથ આપવો જોઇએ.

ખાનપાનની પસંદગીમાં બદલાવ

પ્રેગ્નેન્સીમાં મહિલાઓના ખાનપાનની આદતમાં પણ બદલાવ આવી જાય છે. થઇ શકે કે તેને જે ખાનપાનની વસ્તુઓ પહેલા પસંદ આવતી હોય એ હવે તેને સારી ન લાગે. એવુ પણ થઇ શકે છે કે જે તે ન ખાતી હોય એ પ્રેગ્નેન્સી દરમિયાન ખાવાનુ શરુ કરી દે. પતિને તેની બદલાતી પસંદના કારણે હેરાન ન થવુ જોઇએ પરંતુ પસંદ ના પસંદનુ ધ્યાન રાખવુ જોઇએ.

થાક નો અનુભવ થવો

મહિલાના ગર્ભમાં રહેલ બાળકનો ભાર વધવા લાગે છે તો પેટનો ભાર સંભાળવા માટે તેને મુશ્કેલી થાય છે. તે થાક અનુભવવા લાગે છે. એવામાં તેને થાકનો અનુભવ થાય છે અને એને દુર કરવા માટે તેને આરામની જરુર પડે છે પરંતુ તેનો મતલબ એ બિલકુલ નથી કે તે આળસી થઇ ગઇ છે. તમારી આ શારીરિક સ્થિતિ વિશે સમજવુ જોઇએ

પગની મસાજ જરુરી

જેમ જેમ મહિલાઓની ડિલીવરીનો સમય નજીક આવી જાય છે એમ તેના વજનમાં પણ બદલાવ આવવા લાગે છે. તેને પગ પર શરીરનો પૂરો ભાર પડવાના કારણે પગમાં પેઇન અને સૂજન થવા લાગે છે. તેનાથી આરામ મેળવવા માટે તેને મસાજની જરુરત હોય છે. પતિ તેના પગની ધીરે ધીરે મસાજ કરી શકે છે. તે ખૂબ સારુ ફિલ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp