26th January selfie contest

ફેશન ડિઝાઈનર છોકરી બની ગામની સરપંચ, હવે બદલશે ગામની ડિઝાઈન

PC: patrika.com

તક મળતા કોણ શહેરની લાઈફને જીવવા નહીં માંગે. મ્યુઝિકમાં ગ્રેજ્યુએશન કર્યા પછી ફેશન ડિઝાઈનિંગ પોતાનામાં એક ગ્લેમર છે. પરંતુ અલવર જિલ્લાના થાનાગાઝી ક્ષેત્રમાં અજબપુરા ગામની પુત્રી પ્રિયંકા નરુકાએ ગ્લેમરની દુનિયામાં જવાને બદલે પોતાના ગામની સિકલ બદલવા તરફ કદમ વધાર્યા છે.

પ્રિયંકાએ જયપુરમાં રાજનિતી વિજ્ઞાનનો અભ્યાસ કર્યા પછી ફેશન ડિઝાઈનિંગનો કોર્ષ કર્યો હતો. વચ્ચે-વચ્ચે ગામ આવતા વખતે મહિલાઓને દૂર-દૂરથી હેડપમ્પ અથવા બોરિંગથી પાણી કાઢતા જોઈ તો પોતાને રોકી શકી નથી. મનમાં જ તેણે નક્કી કરી લીધું કે મને ગામની ડિઝાઈન બદલવી છે. જેને પૂરો કરવા માટે રાજનિતીનો હિસ્સો બનવો જરૂરી છે અને તક મળતા જ તે ગામની સરપંચ બની ગઈ. હવે અજબપુરા ગ્રામ પંચાયતની સરપંચ જાતે મહિલાઓ વચ્ચે જવા લાગી છે. વોટના સમયે પ્રિયંકાએ ગામની મહિલાઓને વચન પણ આપ્યું હતું કે દશકોથી પુરુષોના હાથમાં ગામની સત્તા સોંપી છે, એક વાર છોકરીને પણ અજમાવીને જોઈ જુઓ. તેના આ રીતના પ્રચારને જનાતનું દિલ જીતી લીધું અને પહેલા જ પ્રયાસોમાં 26 વર્ષની ઉંમરમાં ગામની સરપંચ બની ગઈ. આ ગ્રામ પંચાયતમાં બે મોટા ગામ અજબપુરા અને પ્રેમપુરા છે. જેમાં કુલ 3600 મતદાતાઓ છે.

સરપંચ પ્રિયંકા નરુકાએ અલવરના જેડી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. રાજસ્થાન વિશ્વ વિદ્યાલય જયપુરથી રાજનીતિય વિજ્ઞાન વિષયમાં એમએ કર્યું છે. તેના પછી જયપુરમાં એલન ઈન્સ્ટીટ્યૂટ અને જ્યોતિબા ફૂલે યુનિવર્સિટીમાં ફેશન ડિઝાઈનીંગનો કોર્ષ કર્યો છે. ફેશન અને સંગીત સિવાય નવી નવી વસ્તુઓને સમજવું તેની હોબી છે. ગામમાં સ્કૂટી પર દેખાય છે. તેવી રીતે કાર પણ ચલાવવા લાગી છે. મોટી બાઈક ચલાવવાનો પણ શોખ ધરાવે છે. પ્રિયંકાનો મોટો ભાઈ સામાજિક સુરક્ષા અધિકારી છે. બંને ભાઈ-બહેન અધ્યયનરત છે. પિતા પ્રાચાર્યના પદથી સેવાનિવૃત થયેલા છે. ગામમાં પાણી અને લાઈટની વ્યવસ્થા પહેલી પ્રાથમિકતા પર રહેશે. પ્રિયંકાનું કહેવું છે કે ઘણે દૂરથી પાણી લાવું પડે છે. તે રોજ માથા પર ઘડા અથવા માટલું લઈને જતી જોવા મળે છે. તેમના જીવનમાં નવી સવાર કરવાનો ધ્યેય છે. તે ગામના દરેક પરિવારોનું જીવન સરળ બનાવવું છે.

જેમના ઘરમાં માતાઓને ડિલીવરી પર હોસ્પિટલ સુધી લઈ જવાનું મુશ્કેલ થઈ જાય છે. રાત્રિના સમયે ઘરમાંથી જોવે તો બહાર અજવાળું જોવાશે. રોડલાઈટ નામની કોઈ વસ્તુ નથી. આ સપનાને ટૂંક સમયમાં સાકાર કરીને બધાને દેખાડવું છે કે દરેક પુત્રીને કોઈ લાયક બનાવો તો ગામનું માથું ગર્વથી ઊંચું ચોક્કસથી થશે. આગળ જઈને માત્ર આરક્ષિત બેઠકો પરથી જ નહીં પરંતુ સામાન્ય બેઠકો પરથી પણ ચૂંટણી લડી શકે. સરકારમાં ભાગીદારી નિભાવીએ અને સારા ભારતની તસ્વીર બનાવવા પર કામ કરીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp