દેશની મોટી ફાર્મા કંપનીની વારસદાર ગુજરાતી છોકરીના અંબાણી પરિવાર સાથે કનેક્શન છે
દેશની મોટી ફાર્મા કંપનીની 4.35 લાખ કરોડની વારસદાર આ ગુજરાતી છોકરી અત્યારે ચર્ચામાં છે. દુનિયાની ચોથા નંબરની સૌથી મોટી જેનરીક કંપની સન ફાર્માના માલિક દિલીપ સંઘવીની દીકરી વિધી સંઘવી અત્યારે ચર્ચામાં છે.
વિધી દેશની ઉભરતી બિઝનેસ વુમન અને સામાજીક કાર્યકર છે. વિધીએ પેન્સીલવેન્યાની પ્રતિષ્ઠીત યુનિવર્સિટીની વોર્ટન સ્કુલમાંથી ઇકોનોમિક્સમાં ગ્રેજયુએશન કર્યુ હતું અને પિતાની કંપની સન ફાર્મામાં માર્કેટીંગના કામથી જોડાઇ હતી આજે વિધી સન ફાર્માંમાં વાઇસ પ્રેસિડન્ટ છે. તે એક મન ટોક્સ નામની NGO ચલાવે છે.
મુકેશ અંબાણી પરિવાર સાથે વિધીનું કનેકશન એ રીતે છે કે વિધીના લગ્ન ગોવાના જાણીતા ઉદ્યોગપતિ પરિવારના વિવેક સલગાંવકર સાથે થયા છે. વિધીના સસરાના નાનાભાઇ દત્તરાજ સલગાંવકરના મુકેશ અંબાણીની બહેન સાથે લગ્ન થયા છે. એટલે વિધી અને મુકેશ અંબાણીના વેવાઇના સંબંધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp