શિક્ષકે બાળકોને શાંત રાખવા માટે મોઢા પર મારી ટેપ

PC: youtube.com

ગુરુગ્રામની એક પ્રાઈવેટ સ્કુલમાં ટીચરને બાળકોના મોઢા પર ટેપ મારવાના આરોપ સર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહિલા ટીચર પર આરોપ છે કે, તેણે LKG ક્લાસના બે બાળકોને શાંત રાખવા માટે તેમના મોઢા પર ટેપ લગાવી દીધી હતી. ઘટના ઓક્ટોબરની હોવાનુ જાણવા મળ્યુ છે. આ ઘટનાનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે, એક મહિલા ટીચર બાળકોના મોઢા પર ટેપ લગાવી રહી છે. બાળકોની ઉંમર ચાર વર્ષની છે. તેમાંથી એક છોકરો અને એક છોકરી છે.

ये gurgaon का Narayana e Techno 37 C स्कूल हैं जहाँ बच्चों को चुप करने के लिये उन के मुंह पर सेलोटेप लगा दी जाती हैं

Posted by Girish Pandey on Thursday, 6 December 2018

બાળકોના મોઢા પર ટેપ મારવાની ફરિયાદ પર સ્કૂલ પ્રશાસને શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધી છે. તો બીજી તરફ પોતાના બચાવમાં શિક્ષિકાએ જણાવ્યુ હતુ કે, બાળકો આખા ક્લાસને હેરાન કરી રહ્યા હતા અને અસભ્ય ભાષાનો પ્રયોગ કરી રહ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp