પાકિસ્તાનમાં કેમ આ 11 વર્ષનો છોકરો ફેમસ બન્યો છે

PC: blogspot.com

11 વર્ષના છોકરા અંગે વિચારીએ તો તમારા મગજમાં સૌથી પહેલા કયો વિચાર આવે છે. એક સરળ બાળપણ, માસૂમિયત ધરાવતો એક બાળક જે પોતાના બાળકો અને રમકડાંઓ સાથે રમવા માગે છે. પરંતુ તમે 11 વર્ષના નાના હમ્મદ અંગે જાણીને હેરાન રહી જશો.

પાકિસ્તાનનો 11 વર્ષનો હમ્માદ સફી એક મોટિવેશનલ કોચ છે. સાંભળીને હેરાન રહી ગયા ને. પરંતુ સાચી વાત છે કે 11 વર્ષના હમ્માદની પોતાની યૂટ્યૂબ ચેનલ છે અને તેના 145000થી વધુ સબસ્ક્રાઈબર્સ છે. જ્યારે હમ્માદ બોલે છે તો તેનાથી બેગણી મોટી ઉંમરના બાળકો એકદમ ધ્યાનથી તેની વાત સાંભળે છે. તે તેમને બરાક ઓબામાનું ભાષણ બતાવીને પોતાનું ડિક્શન સુધારવા પર જોર આપે છે. હમ્માદ હવે ઈન્ટરનેટ સેન્સેશન બની ચૂક્યો છે અને સતત તેના પ્રશંસકોની ભીડ વધી રહી છે.

રોજ તેને સાંભળવા માટે લોકોની ભીડ જમા થઈ જાય છે. આ માત્ર તેના અસમી ઉત્સાહ અને પ્યારી સ્માઈલને લીધે છે. 11 વર્ષનો બાળક મોટાથી લઈને વૃદ્ધ સુધીને પોતાના ફેન બનાવી ચૂક્યો છે. સફી પેશાવરની યુનિવર્સિટી ઓફ સ્પોકન ઈંગ્લિશમાં પોતાની વાયરલેસ માઈક્રોફોન સ્પીચ આપી રહ્યો છે, તેના હાથની મુદ્રાઓ કોઈ અનુભવી નેતાઓ જેવી છે અને તેનો આત્મવિશ્વાસ એકદમ અડગ. કદાચ તેના આ અંદાજ પર લોકો ફિદા થઈ રહ્યા છે. આ નાનકડો મોટિવેશન કોચ ઓનલાઈન સ્ટાર બની ચૂક્યો છે. તેના વીડિયોને 10 લાખથી વધુ લોકોએ જોઈ લીધો છે. તેની કેટલીક પ્રેરણાદાયક વાતો સાંભળી-સંભળાવેલી અને મામુલી લાગી શકે છે પરંતુ તેના શ્રોતાઓને આ વાતથી કોઈ ફરક પડતો નથી.

સફીથી બેગણી ઉંમરના રાજકીય વિજ્ઞાનના છાત્ર બિલાલ ખાન તેમનું ભાષણ સાંભળવા આવે છે. તેઓ કહે છે કે, આ છોકરાએ મારી પર ઊંડી અસર પાડી છે. બિલાલ કહે છે કે કેટલાક મહિનાઓ પહેલા હું મારી લાઈફથી ઘણો નિરાશ થઈ ગયો હતો, હું આત્મહત્યા કરવા અંગે વિચારી રહ્યો છે. પછી મેં હમ્માદની ફિલ્મ જોઈ. પછી મને લાગ્યું કે 11 વર્ષનો છોકરો કંઈ પણ કરી શકે છે તો હું કેમ નહીં. હમ્માદના ઈંગ્લિશ ટીચર રહી ચૂકેલા સૈમુલ્લાહ વકીલ કહે છે, લોકો તેને પ્રેમ કરે છે કારણ કે તે માત્ર પોતાની વાત સમજાવે છે, જે દર સમયે હીટ રહેશે. લોકો તેને નન્હા પ્રોસેફર કહીને પણ બોલાવે છે. સફી પારંપારિક સ્કૂલમાં ભણાવવાની સાથે સાથે USECSમાં ઈંગ્લિશ ક્લાસ પણ લે છે.

USECSમાં વર્કિંગ સ્ટૂડન્ટ્સ વધારે છે. હમ્માદના પિતા અબ્દુલ રહમાન ખાન એક બિઝનેસમેન છે. તે પણ આ વાતને માને છે કે તેમનો પુત્ર સામાન્ય બાળકો જેવો નથી. લોકોને તેનામાં કંઈક અલગ દેખાય છે. મને તેની અંદર અદ્દભૂત ક્ષમતાઓ દેખાય છે. હું તેને એક ખાસ નેતા બનતો જોવા માગું છું. મને તેની પર ઘણો ગર્વ છે.  હમ્માદના રૂમમાં કોઈ કાર્ટુન, સ્પોર્ટ્સમેન અથવા હીરોના ફોટો જોવા નહીં મળે પરંતુ બિલ ગેટ્સ, આઈન સ્ટાઈન અને અલમ્મા ઈકબાલના ફોટા જોવા મળશે. આ અંગે હમ્માદ કહે છે કે આ બધા અસલી હીરો છે, જ્યારે સુપરમેન અને બેટમેન નકલી હીરો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp