પીરિયડ્સ નહીં, પરંતુ આ છે સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધનું કારણ

PC: twitter.com

સુપ્રીમ કોર્ટનાં ઐતિહાસિક નિર્ણય બાદ બુધવારથી કેરળનાં બહુચર્ચિત સબરીમાલા મંદિરનાં દ્વાર દરેક ઉંમરની મહિલાઓ માટે ખુલવા જઈ રહ્યા છે. આ નિર્ણયને લઈને કેરળમાં રાજકારણ ગરમાયું છે. ઘણાં સંગઠનો અન રાજકીય દળો મંદિરમાં મહિલાઓનાં પ્રવેશનાં વિરોધમાં છે. એવામાં રાજ્યમાં તણાવભર્યો માહોલ છે. જોકે, પોલીસે તેમજ પ્રશાસને મહિલાઓની સુરક્ષાનો વાયદો કર્યો છે.

બુધવારે 5 દિવસની માસિક પૂજા માટે સબરીમાલા મંદિરનાં કપાટ ખુલી રહ્યાં છે. તેને માટે મહિલાઓએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખાસ વાત એ છે કે મહિલાઓ પહેલીવાર આ મંદિરમાં પ્રવેશ કરશે. સુપ્રીમ કોર્ટનાં નિર્ણય પહેલા 10થી 50 વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશની મનાઈ હતી. પરંપરા અનુસાર, લોકો તેનું કારણ મહિલાઓનાં પીરિયડ્સ એટલે કે માસિક ધર્મને ગણાવે છે. કારણ કે મંદિરમાં પ્રવેશનાં 40 દિવસ પહેલા દરેક વ્યક્તિએ તમામ પ્રકારે પોતાને પવિત્ર રાખવા પડે છે અને મંદિર બોર્ડનાં જણાવ્યા અનુસાર, પીરિયડ્સ મહિલાઓને અપવિત્ર કરી દે છે. એવામાં પોતાને સતત 40 દિવસ સુધી પવિત્ર રાખવું સંભવ નથી, પરંતુ મહિલાઓનાં મંદિર પ્રવેશ પર પ્રતિબંધની શરૂઆત જ્યારે થઈ હતી, ત્યારે તેનું કારણ આ નહોતું.

પૌરાણિક કથાઓ અનુસાર, અયપ્પા (મંદિરમાં સ્થાપિત દેવતા) અવિવાહિત હતા, અને તેઓ પોતાનાં ભક્તોની પ્રાર્થનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવા માંગે છે. સાથે જ તેમણે ત્યાં સુધી અવિવાહિત રહેવાનો નિર્ણય કર્યો છે, જ્યાં સુધી તેમની પાસે કન્ની સ્વામી (એટલે કે એવા ભક્તો જે પહેલીવાર સબરીમાલા આવે છે.) આવવાનું બંધ ન કરી દે. તેમજ મહિલાઓનાં મંદરમાં પ્રવેશ પર પ્રતિબંધની વાતને આ પીરિયડ્સ સાથે કોઈ લેવા દેવા જ નથી.

પુરાણો અનુસાર, અયપ્પા વિષ્ણુ અને શિવનાં પુત્ર છે. આ કિસ્સો તેમના શારીરિક સંબંધને નહીં પરંતુ તેમની અંદર રહેલી શક્તિઓનાં મિલનને દર્શાવે છે. આ અનુસાર, અયપ્પા દેવતામાં બંને જ દેવતાઓનાં અંશ છે. જેને કારણે ભક્તોની વચ્ચે તેમનું મહત્ત્વ વધી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp