26th January selfie contest
BazarBit

પબ્લિક ટોયલેટ કે ચેન્જિંગ રૂમમાં હિડન કેમેરો છે કે નહીં? જણાવશે આ મોબાઈલ એપ

PC: cms.qz.com

મહિલાઓ મોટાભાગે પબ્લિક ટોયલેટ કે પછી ચેન્જિંગરૂમનો ઉપયોગ કરતી વખતે દુવિધામાં રહે છે કે, ક્યાંક તેમના અંગત ફોટાનો નથી લેવામાં આવી રહ્યાને. મહિલાઓના મનમાં એવો પણ સવાલ ઊભો થાય છે કે, ક્યાંક કોઈ હિડન કેમેરો તો નથી સંતાડ્યોને. અવારનવાર આવા મામલા સામે આવતા રહે છે, જેમાં એક હિડન કેમેરા દ્વારા મહિલાઓના ફોટા ક્લિક કરી લેવામાં આવ્યા હોય. હવે સવાલ એ છે કે, આ હિડન કેમેરા વિશે કઈ રીતે જાણી શકાય?

તેની સૌથી સરળ રીત છે તમારો મોબાઈલ. પોતાના મોબાઈલ દ્વારા જ તમે ખૂબ જ સરળતાથી કોઈપણ એરિયામાં હિડન કેમેરા વિશે જાણી શકો છો. તેને માટે તમારે પોતાના મોબાઈલમાં એક એપ ડાઉનલોડ કરવી પડશે. તમારે તમારા ફોનમાં હિડન કેમેરા ડિટેક્ટર એપ ડાઉનલોડ કરવી પડશે. એપને એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.

આ એપમાં તમને અલગ-અલગ પ્રકારના વિકલ્પ મળે છે, જેમાંથી તમારે ડિટેક્ટ કેમેરા બાય રેડિએશન મીટર પર ક્લીક કરવાનું હોય છે. તેના પર ક્લીક કર્યા બાદ તમને સ્ક્રીન પર સર્કલ અને કલરફુલ લાઈનો દેખાશે. આ દરમિયાન તમને સૂચના મળતી રહેશે કે આસપાસ કેમેરો છે કે નહીં. જો તમને સિગ્નલ મળવા માંડે તો ફોનને તે તરફ લઈ જાઓ અને જો ત્યાં કેમેરો હશે તો એપ તમને સૂચના આપશે.

ખાસ વાત એ છે કે, આ એપ એટલી એડવાન્સ છે કે, ઓછા પ્રકાશમાં પણ તે યુઝરને જણાવી દેશે કે કોઈએ હિડન કેમેરો છે કે નહીં. આ એપના પેડ વર્ઝનનને હજુ વધુ ફીચર્સની સાથે એડવાન્સ બનાવવામાં આવ્યું છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp