26th January selfie contest

હૈદરાબાદ રેપઃ પીડિતાને બળજબરીથી દારૂ પીવડાવેલો, વાંચો હેવાનિયતની આખી કહાણી

PC: gstatic.com

હૈદરાબાદમાં મહિલા વેટરનરી ડોક્ટરના રેપ અને મર્ડર મામલામાં તેલંગણા પોલીસે જે રિમાન્ડ રિપોર્ટ દાખલ કરી છે, જેમાં કેસને લગતી ઘણી માહિતી સામે આવી છે. તમને જણાવી દઈએ કે, 29 નવેમ્બરે આ મામલે 4 ઓરોપીઓ- જોલૂ શિવા, જોલૂ નવીન, મોહમ્મદ આરિફ અને ચિંતાકુંતા ચેન્નાકેશાવુલુની ધરપકડ કરી લેવામાં આવી હતી.

વેટરનરી ડૉક્ટરનું બળી ગયેલુ શવ હૈદરાબાદ-બેંગલોર હાઈવે પર એક પુલની પાસે 28 નવેમ્બરે મળી આવ્યું હતું. જે ટોલ પ્લાઝાથી લગભગ 25 કિમી દૂર છે, જ્યાં ડૉક્ટર છેલ્લીવાર જોવા મળ્યા હતાં.

આરોપીઓએ ક્યારે ગુનો કરવાનો નિર્ણય કર્યો ?

જ્યારે મહિલા ડૉક્ટર શમશાબાદ ટોલ ગેટ પર આવી અને ત્યાં તેણે પોતાની સ્કૂટી પાર્ક કરી, ત્યારે નશો કરનારા આ 4 આરોપીઓએ ડૉક્ટરને જોઈ. ચારેય આરોપીઓએ ત્યારે જ રેપ કરવાનો નિર્ણય લઈ લીધો હતો, કારણ કે મહિલા ડૉક્ટર સુંદર હતી.

ત્યારે જ ચારેય જણાએ મહિલા ડૉક્ટરની સ્કૂટીના ટાયરને પંચર અને પછી મદદ કરવાનો દેખાડો કરવાનું શડયંત્ર રચ્યું હતું.

કઈ રીતે મહિલાનું અપહરણ કર્યું?

આરિફ, નવીન અને ચેન્નાકેશાવુલુએ જ્યારે મહિલાને બળજબરીથી ઉઠાવી તો મહિલા ડૉક્ટરે લોકોનું ધ્યાન ખેંચવા માટે બૂમો પાડી હતી. ત્યારે જ આરિફે મહિલાનું મોઢું બંધ કરી દીધુ, જેથી તેનો અવાજ લોકોને સંભળાઈ નહિ. તો બીજા બે આરોપી મહિલાને ટોલ પ્લાઝાની પાસેની ઝાડીઓની તરફ ખેંચવા લાગ્યા. તેની વચ્ચે નવીને મહિલાનો ફોન લઈને સ્વીચ ઓફ કરી દીધો હતો.

જ્યારે આરોપીઓ મહિલાના કપડા ઉતારી રહ્યા હતા, ત્યારે પણ મહિલા ઝાડીઓમાંથી બૂમો પાડી રહી હતી.

મહિલાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવવાનો પ્રયત્નઃ

નશો કરનારા આરોપીઓએ વ્હિસ્કીની બોટલ અલગથી ખરીદી હતી. આરોપીઓએ તે વ્હિસ્કી મહિલાને જબરદસ્તીથી પીવડાવવાની કોશિશ પણ કરી હતી. ત્યાર બાદ આરોપીઓએ મહિલાનું રેપ કર્યું. તેની વચ્ચે મહિલાને લોહી નીકળવા લાગ્યુ અને તે બેભાન થઈ ગઈ.

કઈ રીતે મહિલા ડૉક્ટરને મારવામાં આવી?

જ્યારે આરોપી મહિલાનું રેપ કરી રહ્યા હતા, તો થોડી વાર પછી મહિલા ભાનમાં આવી ગઈ હતી. મહિલાને ભાનમાં આવતા જોઈને આરોપીઓએ નિર્ણય કર્યો કે તેને મારવી પડશે. આરિફે મહિલા ડૉક્ટરનું મોઢું અને નાક બંધ કરી દીધા. ત્યાર બાદ મહિલાનો દમ ઘૂંટાવા લાગ્યો અને તેની મોત થઈ ગઈ.

ત્યાર બાદ મહિલાની બોડીને કપડા પહેરાવ્યા. તેમણે બોડીને એક બેડશીટમાં લપેટી અને તેને ટ્રકમાં મૂકી દીધી. ત્યાર બાદ 2 આરોપી પેટ્રોલ લેવા માટે ગયા. જ્યાં તેમને પેટ્રોલ મળી ગયું.

આરોપીઓએ મહિલાની બોડીને આગ લગાવી અને તેમાં જ તેનો સીમ કાર્ડ પણ ફેંકી દીધો. તેમણે તે જગ્યાનવી આજુબાજુ જ મહિલાની અમુક વસ્તુઓ છુવાપી દીધી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp