બે બાળકોના જન્મમાં કેટલું હોવું જોઈએ અંતર? જાણો વહેલી-મોડી પ્રેગ્નેન્સીના નુકસાન

PC: gordontraining.com

એક કરતા વધુ બાળકોને જન્મ આપવામાં પેરેન્ટ્સે ઘણા પ્રકારના અનુભવોમાંથી પસાર થવુ પડે છે. કેટલાક લોકો બે બાળકોની વચ્ચે ઉંમરમાં વધુ અંતર નથી ઈચ્છતા. તેની પાછળ સામાન્યરીતે એવુ કારણ આપવામાં આવે છે કે, બંને બાળકોનો ઉછેર એક સાથે થઈ જવાથી પેરેન્ટ્સે ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો કેટલાક લોકો બે બાળકોની ઉંમરમાં વધુ અંતર ઈચ્છે છે, જેથી તેઓ દરેક બાળકની સાથે તેનું બાળપણ એન્જોય કરી શકે. ફેમિલીને કઈ રીતે આગળ વધારવું છે અથવા બાળકોની વચ્ચે કેટલું અંતર હોવુ જોઈએ, તે સંપૂર્ણરીતે પેરેન્ટ્સનો નિર્ણય હોય છે. જોકે, ઉંમરનું અંતર વધુ કે ઓછું હોવાના ફાયદા અને નુકસાન બંને છે. છતા પણ જો તમે બે બાળકોની ઉંમરમાં અંતરને લઈને દુવિધામાં હો તો મેડિકલ એક્સપર્ટ્સની કેટલીક સલાહ તમને કામ લાગી શકે છે.

વહેલી પ્રેગ્નેન્સીના જોખમો- જો તમે અને તમારા પાર્ટનરની ઉંમર ઓછી છે અને તમે પોતાની ફેમિલીને જલ્દી આગળ વધારવા માગો છો તો પ્રેગ્નેન્સીમાં સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું. બીજીવાર પ્રેગ્નેન્સી પ્લાન કરવામાં તમે પોતાના ડૉક્ટરની સલાહ લઈ શકો છો. 2018ની સ્ટડી અનુસાર, બે પ્રેગ્નેન્સીમાં 12 મહિનાથી ઓછાં અંતરમાં બીમારી, સમય પહેલા ડિલીવરી અને માતાના જીવને જોખમ રહે છે. સ્ટડી અનુસાર, બે પ્રેગ્નેન્સી વચ્ચે ઓછામાં ઓછું 18 મહિનાનું અંતર હોવુ જોઈએ. તો બીજી તરફ ઘણા હેલ્થ એક્સપર્ટ્સ બે પ્રેગ્નેન્સીની વચ્ચે 18-24 મહિનાનું અંતર રાખવાની સલાહ આપે છે. ડૉક્ટર્સનું કહેવુ છે કે, 18 મહિના કરતા ઓછાં સમયમાં બીજી પ્રેગ્નેન્સીમાં બાળક સમય કરતા પહેલા અને ઓછાં વજનવાળું આવી શકે છે.

ખાસ કરીને જો પહેલું બાળક સિઝેરિયન દ્વારા આવ્યું હોય તો બીજું બાળક જલ્દી પ્લાન કરવું માતાના સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પ્રેગ્નેન્સીની વચ્ચે અંતર ના હોવાથી ઓપરેશનના ટાંકા સંપૂર્ણરીતે સુકાતા નથી અને બીજી ડિલીવરીમાં તે નબળા થઈને જલ્દી તૂટી શકે છે. ડિલીવરીના સમયે પ્રોબ્લેમ ઉપરાંત અન્ય ઘણી સમસ્યાઓ જલ્દી પ્રેગ્નેન્સીમાં થઈ શકે છે. જેમ કે, પહેલી પ્રેગ્નેન્સીમાં વધેલું વજન ઓછું ના થઈ શકવું, શરીરમાં પોષક તત્વોની ઉણપ, માતાની માનસિક સ્થિતિમાં બદલાવ અને બાળકોની યોગ્ય દેખરેખ ના કરી શકવા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ડૉક્ટર્સનું કહેવુ છે કે, બે બાળકોની વચ્ચેનું અંતર માતાની ઉંમર ઉપરાંત તેમની આર્થિક-સામાજિક પરિસ્થિતિ પર પણ નિર્ભર કરે છે. 18 મહિના કરતા ઓછાં સમયમાં બે બાળકોને સંભાળવા મોટાભાગે પેરેન્ટ્સ માટે એક પડકાર બની જાય છે. જોકે, સમય બચાવવા માટે કેટલાક લોકો બાળકોના ઉછેરમાં પડતી તકલીફોને એક સાથે જ ઉઠાવવાનું પસંદ કરે છે. જ્યારે કેટલાક લોકો બાળકોની સાર-સંભાળમાં અનુભવાતા પ્રેશર અને તણાવમાંથી બહાર નીકળ્યા બાદ જ બીજા બાળક વિશે વિચારવાનું પસંદ કરે છે.

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, પહેલું બાળક 6 વર્ષ અથવા તેના કરતા મોટું થઈ ગયા બાદ બીજી પ્રેગ્નેન્સી પ્લાન કરવાથી બંને બાળકોની વચ્ચેનું કનેક્શન એવુ નથી થઈ શકતું, જેવું એક જ ઉંમરની આસપાસના ભાઈ-બહેન વચ્ચે હોય છે. કેટલાક એક્સપર્ટ્સ બે બાળકોની વચ્ચે ત્રણ વર્ષના અંતરને આદર્શ માને છે. આ અંતર પર પહેલું બાળક ઘણા કામ જાતે કરવા માંડે છે અને પેરેન્ટ્સ બીજા બાળક પર સરળતાથી ધ્યાન આપી શકે છે. એક્સપર્ટ્સનું કહેવુ છે કે, ફેમિલી પ્લાનિંગ કરતી વખતે પેરેન્ટ્સે કોઈપણ પ્રકારના સામાજિક પ્રેશરમાં ના આવવું જોઈએ. પેરેન્ટ્સે પોતાની માનસિક, આર્થિક અને શારીરિક સ્થિતિ જોઈને જ બીજી પ્રેગ્નેન્સી પ્લાન કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp