કોરોના બાળકોને આપી જશે ઘણી ગંભીર બીમારીઓ, જાણો તેના દીર્ઘકાલિન દુષ્પ્રભાવો

PC: mom.com

કોરોના અને લોકડાઉનના કારણે બાળકોનું માસૂમ બાળપણ ઘરની ચાર દીવાલોમાં કેદ થઈને રહી ગયું છે. તેને કારણે બાળકોને માત્ર કંટાળો જ નથી આવી રહ્યો પરંતુ તેની ખોટી અસર તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, લાંબા લોકડાઉનના કારણે આવનારા સમયમાં બાળકોમાં દીર્ઘકાલિન સ્વાસ્થ્ય સમસ્યાઓ પેદા થઈ શકે છે. આ મહામારીના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર જે અસર પડશે, તેના પર તાત્કાલિક ધોરણે ધ્યાન આપવાની જરૂર છે, નહીં તો બાજી બગડી શકે છે. આ મુશ્કેલી સામે લડવા માટે એક્સપર્ટ્સનું માનવું છે કે, બાળકોએ દિવસ દરમિયાન એક્ટિવ રહેવું જોઈએ સાથે જ આખો દિવસ સ્ક્રીન પર સમય ના વીતાવવો જોઈએ. બાળકોએ હેલ્ધી વસ્તુઓ ખાવી જોઈએ અને હેલ્ધી રહેવા માટે દિવસમાં ઓછામાં ઓછી 60 મિનિટ હળવી એક્સરસાઈઝ અથવા કોઈ એક્ટિવિટી કરવી જોઈએ. હેલ્થ વિશેષજ્ઞોને હવે એ ડર સતાવી રહ્યો છે કે, જો બાળકોએ પોતાની લાઈફસ્ટાઈલ ના બદલી તો કોરોના બાદ તેમણે દીર્ઘકાલિન બીમારીઓ સામે ઝઝૂમવુ પડી શકે છે.

ઘરે બેસીને દિવસભર ટીવી જોવા અને એક્સસાઈઝ ન કરવા અથવા દિવસભર ઓછી રમતો રમવાને કારણે ઘણા બાળકોનું વજન વધી શકે છે. જ્યારે ફિઝીકલ એક્ટિવિટી ઓછી હશે તો બોડી માસ ઈન્ડેક્સ વધવા માંડે છે અને ઘણા બાળકોમાં ખાસ કરીને કિશોરોમાં હાઈપરટેન્શનનું જોખમ વધી જશે.

નાના બાળકો અને કિશોર લોકડાઉન દરમિયાન વધુ મીઠાવાળું જંકફૂડ ખાઈ રહ્યા છે. નોર્મલ દિવસોમાં બાળકો સ્કૂલે જતા હતા, પાર્કમાં રમતા હતા અને ફિઝીકલ એક્ટિવિટી પણ વધુ કરતા હતા, જેના કારણે કેલરી બર્ન થતી રેહેતી હતી. પરંતુ હવે એવુ નથી અને આ કારણે બાળકોમાં જાડાપણું વધશે. ફોર્ટિસ હોસ્પિટલના સિનિયર કન્સલન્ટન્ટ પીડિયાટ્રિશિયન ડૉક્ટર પવન કુમારે જણાવ્યું હતું કે, હાલ બાળકો લોકડાઉનના કારણે આઉટડોર ગેમ્સ નથી રમી શકતા અને ઘરમાં બેસીને આખો દિવસ ટીવી અથવા મોબાઈલ પર રહે છે. એવામાં ફિઝીકલ એક્ટિવિટી ઓછી થવાને કારણે જાડાપણાનો શિકાર થઈ શકે છે, જે ઘણી બીમારીઓનું મૂળ છે.

હાઈપરટેન્શનને સાઈલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. જેના કારણે કિડની, હાર્ટ અને બ્રેઈન સહિત શરીરના ઘણા અંગો પ્રભાવિત થાય છે. હાઈપરટેન્શન અને હાર્ટની બીમારીઓની શરૂઆત સામાન્યરીતે નાનપણમાં જ થાય છે. હાઈપરટેન્શન શરૂ થયા બાદ તે થોડાં વર્ષોમાં શરીરને ધીમે-ધીમે નુકસાન પહોંચાડે છે. જ્યારે બ્લડ પ્રેશર વધી જાય છે, ત્યારે રક્તવાહિનીઓ મોટી થઈ જાય છે. થોડા સમય બાદ તેના કારણે કિડનીના રોગ, હાર્ટ અને મસ્તિષ્ક સંબંધી બીમારીઓ થવા માંડે છે.

બાળકોને કઈ રીતે આપવી હેલ્ધી લાઈફસ્ટાઈલ

  • બાળકોને આવનારા સમયમાં થતી દરેક સ્વાસ્થ્ય સમસ્યા અને બીમારીના મૂળ તેમની હાલની ખરાબ જીવનશૈલી અને જંકફૂડના સેવનમાં છૂપાયા છે. બાળકોને રોજ બ્રિધિંગ એક્સરસાઈઝ કરાવો. તેના કારણે ફેફસા સુધી પહોંચતા નુકસાનમાં ઘટાડો થશે. આ એક્સરસાઈઝ ઈમ્યૂન સિસ્ટમને ઉત્તેજિત કરે છે.
  • બાળકોને આખા દિવસ દરમિયાન એવી એક્ટિવિટી કરાવો, જેના કારણે તેમના બોડીના દરેક અંગ મુવ થાય. તેને કારણે શરીરના પ્રત્યેક અંગમાં બ્લડ સર્કુલેશન વ્યવસ્થિત થશે. બાળકોને યોગા પણ કરાવી શકો છો અથવા તો ડાન્સ, એરોબિક્સ પણ કરાવી શકાય છે.
  • સૌથી જરૂરી વાત, બાળક ત્યારે જ સ્વસ્થ રહેશે, જ્યારે તેમનું ડાયટ સારું હશે. બાળકોના ભોજનમાં વિટામિન સી, લીલા પાંદડાવાળા શાકભાજી, ડ્રાય ફ્રૂટ્સ અને ફળોને જરૂર સામેલ કરો, કારણ કે તેને કારણે બાળકોની ઈમ્યૂનિટી વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp