વહુ કરતા દીકરાઓ કરે છે પોતાની માતાને વધુ પીડિતઃ સરવે

PC: economictimes.indiatimes.com

આપણા સમાજની એક કઠોર વાસ્તવિકતા અને સત્ય એ છે કે મહિલાઓ, જેમ-જેમ તેમની ઉંમર વધે છે, તેમ-તેમ તે ઉપેક્ષિત થતી જાય છે અને મોટાભાગે હાંસિયામાં ધકેલાઈ જાય છે. આ કહેવુ છે હેલ્પએજ ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી રોહિત પ્રસાદનું. તેઓ જણાવે છે, વૃદ્ધ મહિલાઓ અસુરક્ષિત છે. તેમની જરૂરિયાતોને મોટાભાગે નજરઅંદાજ કરી દેવામાં આવે છે અને તેમના યોગદાનની અવગણના કરી દેવામાં આવે છે.

2021માં 60 વર્ષ કરતા વધુ ઉંમરની મહિલાઓની ટકાવારી કુલ મહિલા આબાદીમાં 11% (66 કરોડમાં 7 કરોડ) છે અને 2031 સુધી તે 14% (72 કરોડમાં 10 કરોડ) થઈ જશે. તેમા 54% મહિલાઓ અશિક્ષિત છે, 43% વિધવા છે, 16%એ શોષણનો સામનો કરવો પડે છે, 75% ની પાસે કોઈ બચત નથી, 66% વૃદ્ધ મહિલાઓની પાસે સંપત્તિ નથી અને ઘણા નાણાકીયરૂપથી અસુરક્ષિત અનુભવ કરે છે.

દેશમાં આજે વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃકતા દિવસ (15 જૂન) મનાવવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત હેલ્પએજ ઇન્ડિયાએ વુમન એન્ડ એજિંગઃ ઇનવિઝિબલ ઓર એમ્પાવર્ડ? પર એક રિપોર્ટ જાહેર કર્યો. આ પોતાનામાં એક એવો પહેલો રિપોર્ટ છે જે માત્ર વૃદ્ધ મહિલાઓ પર કેન્દ્રિત છે. જેમા જણાવવામાં આવ્યું છે કે, મોટાભાગે વૃદ્ધ મહિલાઓની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં નથી આવતું અને તેમનો અધિકાર ખોવાઈ જાય છે.

આ રિપોર્ટમાં વૃદ્ધો સાથે દુર્વ્યવહાર અને ભેદભાવ, નાણાકીય સંશાધનો સુધી વૃદ્ધ મહિલાઓની પહોંચ અને સ્વામિત્વ, રોજગાર, સ્વાસ્થ્ય દેખરેખ, સામાજિક અને ડિજિટલ સમાવેશન, સુરક્ષા અને સંરક્ષા, જાગૃતતા અને નિવારણ તંત્ર અને અન્યના ઉપયોગના પહેલુઓની તપાસ પણ સામેલ કરવામાં આવી છે. વૃદ્ધ મહિલાઓ પર સર્વેક્ષણ ઇપ્સોસ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં દેશના શહેરી અને ગ્રામીણ બંને જ ક્ષેત્રોને સમેટતા ભારતના 20 રાજ્યો, 2 કેન્દ્રશાસિત પ્રદેશો અને 5 મહાનગરોને સામેલ કરવામાં આવ્યા છે.

પોતાની સાથે દુર્વયવહાર થવા છતા મોટાભાગની વૃદ્ધ મહિલાઓ તેની વિરુદ્ધ અવાજ નથી ઉઠાવતી, પરિવારનું સન્માન અને વધુ થનારા દુર્વ્યવહારના ડરના કારણે 18% વૃદ્ધ મહિલાઓ રિપોર્ટ પણ નથી કરાવતી, ત્યારબાદ 16% ભારતીય વૃદ્ધ મહિલાઓને તેમના માટે ઉપલબ્ધ સંશાધનો વિશે કોઈ જાણકારી નથી, જ્યારે 13% વૃદ્ધ મહિલાઓને લાગે છે કે, તેમની ચિંતાઓને ગંભીરતાથી નથી લેવામાં આવતી.

વૃદ્ધ મહિલાઓ વિરુદ્ધ દુર્વ્યવહારના સંબંધમાં એક ખતરનાક પ્રવૃત્તિની જાણકારી મળી છે. તેમા છેલ્લાં બે વર્ષોમાં 16%ની વૃદ્ધિ થઈ છે. તેમા સૌથી વધુ તેમની સાથે મારામારી અને શારીરિક હિંસામાં વૃદ્ધિ થઈ છે. 50% મહિલાઓએ તેનો અનુભવ કર્યો છે. ત્યારબાદ અનાદર (46%) અને ભાવનાત્મક/ મનોવૈજ્ઞાનિક દુર્વ્યવહાર (40%) નું સ્થાન રહ્યું. દુર્વ્યવહારના મામલામાં સૌથી વધુ આંકડા પુત્રોના છે. 40% દીકરાઓ જ કરે છે માં સાથે દુર્વ્યહાર અને શારીરિક ઉત્પીડન. ત્યારબાદ 31% સગા-સંબંધીઓ હતા, જેના પરથી જાણકારી મળે છે કે, દુર્વ્યવહાર કરનારાઓમાં નજીકના પરિવારજનો ઉપરાંત બીજા પણ પ્રમુખ રૂપથી સામેલ છે. ત્યારબાદ વહુ (27%)ની પ્રતાડનાના મામલા અંગે જાણકારી મળી.

હેલ્પએજ ઇન્ડિયાના રિસર્ચ પાર્ટનર પ્રજ્ઞા કહે છે, આપણા દેશમાં એક સમય બાદ જેવા વૃદ્ધો ઘરમાં રહેવાનું શરૂ કરે છે તો તેમને કેર ટેકર બનાવી દેવામાં આવે છે, તેમને ક્યારેય એ પૂછવામાં નથી આવતું કે તેઓ એ કામ કરવા માંગે છે કે નહીં અને ઘરના વૃદ્ધ ખાસ કરીને મહિલાઓ તેનો વિરોધ પણ નથી કરી શકતી કારણ કે, તે નાણાકીય રૂપથી સશક્ત નથી હોતી અને સમાજ તેમને એકલા રહેવા પણ નથી દેતો. પતિના મૃત્યુ બાદ મહિલાએ પરિવારના કોઈ બીજા પુરુષ પર નિર્ભર રહેવુ પડે છે.

આપણા સમાજનું આ એક કઠોર સત્ય છે કે, જેમ-જેમ મહિલાઓની ઉંમર વધે છે, તેઓ ઉપેક્ષિત થઈ જાય છે અને મોટાભાગે હાંસિયામાં ધકેલાઈ જાય છે.

પ્રજ્ઞા કહે છે કે, આપણા દેશમાં તમને 24 કલાક એક બાળકનું ધ્યાન રાખનારી બેબી સીટર તો મળી જશે પરંતુ, તમને એવુ કોઈ નહીં મળશે જે એક વૃદ્ધ વ્યક્તિનું ધ્યાન રાખી શકે અને તેમની દરેક સમયે મદદ કરી શકે અને તેમની સાથે રહી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp