લગ્નના 4 વર્ષ સુધી સંતાન માટે તરસ્યા, હવે એકસાથે 4 બાળકોને આપ્યો જન્મ
રાજસ્થાનના ટોંકમાં એક ગર્ભવતી મહિલાએ એક સાથે 4 બાળકોને જન્મ આપ્યો. કિસ્સો વજીરપુરા ગામનો છે. મહિલાના લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા. લગ્ન પછીથી તેને ગર્ભવતી થવામાં મુશ્કેલી આવી રહી હતી. હવે એકસાથે 4 બાળકો થવા પર પરિવારમાં ખુશીનો માહોલ છે. ખાનગી હોસ્પિટલના ડૉક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે રવિવારે સાંજે મહિલાને તેમની હોસ્પિટલ લાવવામાં આવી હતી.
મોડી રાતે પ્રસવ પીડા શરૂ થઇ. ત્યાર પછી મહિલાની ડિલીવરી કરવામાં આવી. સોમવારે સવારે 5 વાગ્યે 51 મિનિટ પર મહિલાએ પહેલા બાળકને જન્મ આપ્યો. ત્યાર બાદ એકપછી એક કરીને 4 મિનિટમાં 3 વધુ શીશુઓને જન્મ આપ્યો. આ 4 બાળકોમાંથી બે દીકરા અને બે દીકરીઓ છે. ચારેય શીશુઓ સંપૂર્ણરીતે સ્વસ્થ છે. સીઝેરિયેન દ્વારા મહિલાની ડીલિવરી કરાવવામાં આવી છે.
હાલમાં માતા સહિત ચારેય બાળકોને કેન્દ્ર સ્થિત સ્વાસ્થ્ય ચિકિત્સા વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉ. શાલિનીએ જણાવ્યું કે, મહિલાને તપાસ પછી ગર્ભધારણના બીજા મહિને જ જણાવી દીધું હતું કે તેમના ગર્ભમાં 4 ભ્રૂણ વિકસિત થવાના છે. 4 મહિના પછી ગર્ભપાતની સંભાવનાને ધ્યાનમાં લેતા ખાસ રીતની ટેક્નિકથી કિરણ નામની મહિલાના ગર્ભાશયને એ રીતે સીલ કરી દેવામાં આવી હતી કે તેને માત્ર તપાસના સમયે ખોલી શકાય.
આવો કેસ 10 લાખમાંથી એક
મેડિકલ સાયન્સમાં જોડિયા બાળકે કે પછી ત્રણ બાળકોને એકસાથે જન્મ લેવાના કિસ્સા ઘણાં જોવા મળ્યા છે. પણ ચાર બાળકોને એકસાથે પેદા કરવાનો મામલો ક્યારેક ક્યારેક સામે આવે છે. ડૉક્ટર્સ કહે છે કે 10 લાખ પ્રસવોમાંથી એક જ મામલો આવો હોય છે જ્યારે 4 શીશુ એક સાથે જન્મ લે છે. ઘણાં કેસમાં તો 4માંથી એક કે બેના મોત પણ થઇ જાય છે. પણ આ કેસમાં ચારેય શીશુઓ સ્વસ્થ છે.
જિલ્લામાં 15 વર્ષમાં ત્રીજો કેસ
જાણકારી અનુસાર, કોઇ મહિલા દ્વારા 4 બાળકોને જન્મ આપવાનો ટોંકનો આ ત્રીજો કેસ સામે આવ્યો છે. આ પહેલા સામે આવેલા કિસ્સામાં એક મામલામાં બે બાળકોનું તો બીજા કેસમાં એક બાળકનું મોત જન્મના તરત બાદ થયું હતું.
જોકે, હાલમાં જે કેસ સામે આવ્યો છે તેમાં ચારેય બાળકો સ્વસ્થ છે. એકસાથે 4 બાળકોનો જન્મ થતા પરિવાર ઉત્સવ મનાવી રહ્યું છે. 10 લાખ કેસોમાંથી આવો કેસ સામે આવે છે, જેમાં ઘણાં બાળકો એકસાથે જન્મે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp