અહીં લગ્ન પહેલા કરવામાં આવે છે વર્જિનિટી ટેસ્ટ,ફેલ થવા પર કરાવવી પડે છે આ સર્જરી

PC: twitter.com

ભારત સહિત દુનિયામાં મહિલાઓએ ઘણા પ્રકારના ટેબૂનો સામનો કરવો પડે છે, જેમાંથી એક છે વર્જિનિટી ટેસ્ટ. ભારતમાં પણ એવા ઘણા મામલા સામે આવી ચુક્યા છે જ્યાં લોકો લગ્ન પહેલા યુવતીનું વર્જિનિટી ટેસ્ટ કરાવે છે. જ્યારે પુરુષો માટે આવો કોઈ માપદંડ સેટ કરવામાં નથી આવ્યો. જોકે, સમયની સાથે જ આ બધુ ઓછું થયુ છે પરંતુ, સંપૂર્ણ રીતે દૂર નથી થઈ શક્યું. હજુ પણ ઘણા દેશો છે જ્યાં લગ્ન પહેલા છોકરીના વર્જિનિટી ટેસ્ટ કરાવવાનો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે અને તે આધાર પર એ નક્કી કરવામાં આવે છે કે તેની સાથે લગ્ન કરવા છે કે નહીં. આવા જ એક દેશ વિશે આજે અહીં વાત કરવામાં આવી છે, જ્યાં વર્જિનિટી ટેસ્ટના આધાર પર દહેજ પણ નક્કી થાય છે. અમે વાત કરી રહ્યા છીએ ઈરાનની.

ઈરાનમાં રહેતી હજારો મહિલાઓ અને છોકરીઓ માટે લગ્ન પહેલા વર્જિનિટી ટેસ્ટ કરાવવું જરૂરી હોય છે. આ ટેસ્ટ કોઈપણ પ્રકારના મેડિકલ બેઝિસ વિના કરાવવામાં આવે છે. જે મહિલાઓ આ ટેસ્ટમાં ફેલ થાય છે, તેમને હાઈમન રિપેર સર્જરી માટે ફોર્સ કરવામાં આવે છે. અહીં એવા પણ ઘણા મામલાઓ સામે આવ્યા છે જ્યાં વર્જિનિટી ટેસ્ટામાં ફેલ થનારી મહિલાઓને જાનથી મારી નાંખવામાં આવે છે.

વર્જિનિટી ટેસ્ટનો કોઈ મેડિકલ આધાર નથી પરંતુ ઈરાનમાં રહેતા લોકો છોકરીઓ પર આ ટેસ્ટ કરાવવા માટે દબાણ કરે છે. આ વર્જિનિટી ટેસ્ટ પર ઈરાનની મહિલાઓનું કહેવુ છે કે, તેમને આ કેરેક્ટર સર્ટિફિકેટ જરા પણ પસંદ નથી કારણ કે, તેમણે તેના માટે અજીબ ટેસ્ટમાંથી પસાર થવુ પડે છે. વર્જિનિટી ટેસ્ટ માટે ક્લિનિક ગયેલી એક મહિલાએ જણાવ્યું કે, તેને આ જરા પણ પસંદ નથી પરંતુ, પરિવારના દબાણના કારણે તેણે આ કરવું પડ્યું.

ઈરાનમાં રહેતી એક મહિલાએ કહ્યું કે, વર્જિનિટીનું પ્રૂફ આપવું મારા ચરિત્રનું અપમાન છે. આ એક પ્રકારની મારી પ્રાયવસી પર હુમલો અને યૌન ઉત્પીડન છે. વર્જિનિટી ટેસ્ટ પર રેડિયો ફ્રી યૂરોપ સાથે વાત કરતા ઈરાનના એક ડૉક્ટરે કહ્યું કે, એવુ નથી કે આ ટેસ્ટ માટે છોકરાવાળા તરફથી દબાણ બનાવવામાં આવે છે પરંતુ, ઘણીવાર તો છોકરીના પરિવારજનો આ ટેસ્ટ માટે છોકરી પર દબાણ કરે છે. ડૉક્ટરે કહ્યું કે, મારા ઓબ્ઝર્વેશન અનુસાર, 90 ટકા મામલામાં આ ટેસ્ટ છોકરીના પરિવારજનો જ કરાવવા ઈચ્છે છે. એવા ઘણા મામલા પણ સામે આવે છે જેમા લગ્ન કરનારા છોકરાને છોકરી પર પૂરો વિશ્વાસ હોય છે અને તે વર્જિનિટી ટેસ્ટ માટે ઈન્કાર કરી દે છે. છતા છોકરીના પરિવારજનો વર્જિનિટી ટેસ્ટ માટે છોકરી પર દબાણ કરે છે.

ડૉક્ટરે કહ્યું કે, ઘણીવાર જ્યારે છોકરો અમારા ક્લિનિકમાં આવે છે તો મને એ વિચારીને આશ્ચર્ય થાય છે કે તે પોતે આ માપદંડ પર કેટલો ખરો ઉતરે છે? શું તેમણે સાચે જ કંઈ નથી કર્યું? સમાનેહ સવાદી નામની એક વૂમન રાઈટ એક્ટિવિસ્ટે પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવ્યું કે, આ પ્રકારના ટેસ્ટ મહિલાઓ વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપે છે, જેની કોઈ મેડિકલ વેલિડિટી નથી હોતી. આ ટેસ્ટના કારણે મહિલાઓની ગરિમાને પણ ઠેસ પહોંચે છે. આપણે બધા જાણીએ છીએ કે આ પ્રકારના ટેસ્ટ આપણા સમાજમાં બળજબરીપૂર્વક કરાવવામાં આવે છે.

ઈરાનમાં લોકો પોતાની દીકરીઓ અને પત્નીઓને મેડિકલ સેન્ટર્સમાં લઈ જઈને તેમનો ટેસ્ટ કરાવે છે. ઈરાનમાં કેટલાક હિસ્સાઓમાં આજે પણ વર્જિનિટી સાથે સંકળાયેલા આ રીતિ-રિવાજોનું પાલન કરવામાં આવે છે. આ રીતિ-રિવાજો અનુસાર, લગ્નની રાતે જેને સુહાગરાત પણ કહેવામાં આવે છે છોકરીના બેડ પર વ્હાઈટ ચાદર પાથરવામાં આવે છે અથવા રૂમાલ મુકવામાં આવે છે અને બીજા દિવસે તેના પર લોહીના નિશાન જોવામાં આવે છે.

આ ઉપરાંત જે મહિલાઓ વર્જિનિટી ટેસ્ટમાં ફેલ થાય છે, તેમના પર હાઈમન રિપેર સર્જરીનું પ્રેશર નાંખવામાં આવે છે. તેને માટે ઈરાનમાં ખૂબ જ પૈસા ખર્ચવામાં આવે છે. ઈરાન સ્થિત સ્ત્રી રોગ વિશેષજ્ઞ ફારાહાનીનું કહેવુ છે કે, દુર્ભાગ્યથી, આ હાઈમન રિપેર સર્જરી ઈરાનમાં પૈસા કમાવાનું મોટું સાધન બની ગયુ છે. જેન્ડર રિસર્ચર જાયરા વઘેર-શાદે કહ્યું કે, જે મહિલાઓ વર્જિનિટી ટેસ્ટમાં ફેલ થાય છે, તેમણે ઘણા ખરાબ પરિણામોનો સામનો કરવો પડે છે. જ્યારે કોઈ છોકરીના વર્જિન ના હોવા અને લગ્ન પહેલા કોઈ પર પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવવા અંગે જાણકારી મળે તો ઘણીવાર તેનો જીવ પણ લઈ લેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp