શું એકવાર પ્રેગ્નેન્ટ હોવા છતા બીજીવાર પ્રેગ્નેન્ટ થઈ શકે છે મહિલાઓ?

PC: netdna-ssl.com

શું કોઈ મહિલા એકવાર પ્રેગ્નેન્ટ હોવા છતા બીજીવાર પ્રેગ્નેન્ટ થઈ શકે છે? ભલે આ વાત સાંભળવામાં અજીબ લાગી રહી હોય, પરંતુ બેવાર પ્રેગ્નેન્ટ થવાની આ અવસ્થાને સુપરફિટેશન કહેવાય છે. જોકે, સુપરફિટેશનના મામલા ખૂબ જ ઓછાં હોય છે, તેમ છતા તેની સંભાવનાને નકારી ના શકાય. સુપરફિટેશન ત્યારે થાય છે, જ્યારે પ્રેગ્નેન્સી શરૂ થવા દરમિયાન જ એક બીજી પ્રેગ્નેન્સી રહી જાય. તેમાં પહેલી પ્રેગ્નેન્સી શરૂ થવાના થોડાં દિવસો અથવા અઠવાડિયાઓ બાદ પ્રેગ્નેન્ટ મહિલાના એગ્સ સ્પર્મના સંપર્કમાં આવીને ફરીથી ફર્ટિલાઈઝ થઈ જાય છે, જેના કારણે નવી પ્રેગ્નેન્સી શરૂ થઈ જાય છે. સુપરફિટેશનથી જન્મેલા બાળકોને મોટાભાગે ટ્વિન્સ માનવામાં આવે છે, કારણ કે તે એકસાથે અથવા એક જ દિવસે જન્મે છે.

સુપરફિટેશન મોટાભાગે માછલી, સસલા જેવા પ્રાણીઓમાં થાય છે. મહિલાઓમાં તેની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. સુપરફિટેશનના મોટાભાગના મામલા IVF ટ્રીટમેન્ટ લેનારી મહિલાઓમાં હોય છે. સ્પર્મથી ફર્ટિલાઈઝ્ડ એગ્સ દ્વારા પ્રેગ્નેન્સી થાય છે. સુપરફિટેશનમાં એક બીજું એગ ફર્ટિલાઈઝ થઈને ગર્ભમાં અલગથી પ્રત્યારોપિત થઈ જાય છે. સુપરફિટેશન ત્યારે થાય છે, જ્યારે પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાનું ઓવુલેશન થઈ જાય. જોકે એ સંભવ નથી કારણ કે પ્રેગ્નેન્સી દરમિયાન નીકળતા હોર્મોન આગળના ઓવુલેશનને અટકાવી દે છે. આથી સામાન્યરીતે આવા મામલા સામે નથી આવતા. એકવાર પ્રેગ્નેન્સી થયા બાદ ગર્ભાશયમાં બીજા ભ્રૂણની પર્યાપ્ત જગ્યા નથી હોતી, આથી પણ સુપરફિટેશન સરળતાથી સંભવ નથી.

ફર્ટિલિટી ટ્રીટમેન્ટ દરમિયાન ફર્ટિલાઈઝ્ડ ભ્રૂણ મહિલાના ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. જો કોઈ મહિલા આ પ્રક્રિયાના કેટલાક અઠવાડિયાઓ બાદ પણ ઓવુલેટ થઈ જાય છે અને તેના એગ્સ ફર્ટિલાઈઝ્ડ થઈ જાય તો સુપરફિટેશનની સ્થિતિ બની જાય છે.

સુપરફિટેશનના લક્ષણ

સુપરફિટેશનના મામલા ખૂબ જ ઓછાં હોય છે આથી તેના કોઈ ખાસ લક્ષણ નથી મળી આવ્યા. આવી સ્થિતિમાં ચેકઅપ દરમિયાન ડૉક્ટરને જાણ થઈ જાય છે કે, ગર્ભમાં જુડવા ભ્રૂણનો વિકાસ અલગ-અલગ સમયે થઈ રહ્યો છે. અલ્ટ્રાસાઉન્ડ દરમિયાન બંને ભ્રૂણની સ્થિતિ સ્પષ્ટરીતે જોઈ શકાય છે.

સુપરફિટેશનમાં મુશ્કેલી

સુપરફિટેશનની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે, પ્રેગ્નેન્સી દરમિયાન બાળકોનો વિકાસ અલગ-અલગ ચરણોમાં થાય છે. જેમ કે એક બાળકની ડિલીવરીનો સમય આવી ગયો હોય, જ્યારે બીજા ભ્રૂણનો વ્યવસ્થિત વિકાસ ના થયો હોય એવું પણ બને. તેને કારણે બીજા બાળકની પ્રીમેચ્યોર ડિલીવરી થવાની સંભાવના વધી જાય છે.

પ્રીમેચ્યોર જન્મેલા બાળકને શ્વાસ લેવામાં તકલીફ, વજન ઓછું હોવુ, ફીડ કરવામાં મુશ્કેલી આવવી તેમજ બ્રેન હેમરેજ જેવી સમસ્યા પણ થઈ શકે છે. સુપરફિટેશનમાં પ્રેગ્નેન્ટ મહિલાને પણ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યા થઈ શકે છે. આ સ્થિતિથી બચવા માટે પ્રેગ્નેન્સી બાદ સેક્સ કરવાથી બચવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp