26th January selfie contest

આ મહિલા ડૉક્ટર છે માનવતાની મિસાલઃ સારવાર માટે લે છે માત્ર 10 રૂપિયા

PC: edexlive.com

પ્રાઇવેટ હૉસ્પિટલોમાં ફીસ મોંઘી હોવાના કારણે જ્યાં મેડિકલ કેર ગરીબોની પહોંચથી બહાર છે, તો આંધ્ર પ્રદેશમાં કડપ્પાની એક યુવા ડૉક્ટર માત્ર 10 રૂપિયા કેન્સલ્ટેશન ફી લઈને સારવાર કરી રહી છે. આ 28 વર્ષીય યુવા ડૉક્ટર નૂરી પરવીન એડમિટ થનારા દર્દીઓ પર માત્ર 50 રૂપિયા બેડ ચાર્જ લે છે. ડૉક્ટર નૂરી પરવીને કૃષ્ણાના જિલ્લાના ચલ્લાપલ્લીમાં ચોથા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો, ત્યારબાદ તે આગળનો અભ્યાસ કરવા માટે વિજયવાડા જતી રહી.

તેણે કડપ્પાના ફાતિમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (FIMS)થી MBBSનો અભ્યાસ કર્યો છે. કૉલેજના અભ્યાસ દરમિયાન ડૉ. નૂરી પરવીન પોતાના ક્લાસમેટ સાથે અનાથ આશ્રમો અને વૃદ્ધાશ્રમમાં જઈને સોશિયલ સર્વિસ કરતી હતી. ડૉક્ટર બન્યા બાદ પણ તેણે આ ઘટનાક્રમ ચાલુ રાખ્યો છે. ડૉક્ટર નૂરી પરવીને હાલમાં મહિલા સ્વાસ્થ્ય સેવા પણ શરૂ કરી છે. તેમાં ગાયનેકોલોજિસ્ટ પરામર્શ પણ માત્ર 10 રૂપિયામાં આપવામાં આવે છે.

ડૉક્ટર નૂરી પરવીનના પિતા મોહમ્મદ મકબૂલ બિઝનેસમેન છે અને ચેરિટી કામોમાં ભાગ લેતા રહે છે. ડૉ. નૂરી પરવીનના દાદા નૂર મોહમ્મદ 80ના દશકમાં કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા હતા. ન જેવા પૈસા લઈને સારવાર કરવાથી લોકો પાસે ખૂબ આશીર્વાદ મળે છે, પરંતુ તેણે પોતાના ખર્ચ માટે હવે પિતા પાસે પૉકેટ મની લેવી પડે છે. ડૉ. નૂરી પરવીનનું કહેવું છે કે તેણે પૈસા કમાણી કરવાની જગ્યાએ સમાજના વંચિત વર્ગોની સેવાને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે.

ડૉ. નૂરી પરવીને પોતાનું ક્લિનિક કડપ્પાની નજીકના વિસ્તારમાં ખોલ્યું છે. ડૉ. નૂરી પરવીનના જણાવ્યા મુજબ, તેના માતા-પિતાને જ્યારે આ નિર્ણય બાબતે જાણવા મળ્યું તો તેઓ ખૂબ ખુશ થઈ ગયા. ડૉ. નૂરી પરવીનના ક્લિનિકમાં લેબ, નાનકડી ફાર્મસી સહિત તમામ સુવિધાઓ છે. જો કોઈ દર્દીને તાત્કાલિક એડમિટ કરવું પડે તેમ હોય તો તેની ક્લિનિકમાં કેટલાક બેડ્સ પણ છે. ગંભીર દર્દીઓને તે અન્ય મેડિકલ સેન્ટર્સ કે સ્પેશિયલ ડોક્ટર્સને રેફર કરી દે છે.

ડૉ. નૂરી પરવીને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મેં પોતાનું ક્લિનિક જાણીજોઇને કડપ્પાના એક ગરીબ વિસ્તારમાં ખોલ્યું. જેથી જરૂરતમંદ લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે. આર્થિક રૂપે નબળા લોકોની સારી રીતે સારવાર કરી શકે. મેં મારા માતા-પિતાને જાણકારી આપ્યા વિના જ આ ક્લિનિકની શરૂઆત કરી હતી અને જ્યારે મારા માતા-પિતાને મારા નિર્ણય બાબતે જાણવા મળ્યું તો તેઓ ખૂબ ખુશ થઈ ગયા. નૂરીએ જણાવ્યું કે માનવતાની સેવા અને જરૂરતમંદોની મદદ કરવાની પ્રેરણા મને માતા-પિતા પાસે મળી, કેમ કે મારું પાલન-પોષણ જ એવી રીતે થયું છે. માતા-પિતાની સમાજસેવાની ભાવનાથી તે પ્રભાવિત છે. એ સિવાય નૂરીએ મનોવૈજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવવાની યોજના બનાવી છે અને દેશના વંચિત વર્ગોની મદદ કરવા માટે એક વધારે વિશેષતાવાળી હૉસ્પિટલ બનાવવાની બાબતે વિચારી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp