વડનગરમાં નારી સંમેલન અને કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન

PC: khabarchhe.com

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝ મુજબ ગુજરાત રાજ્ય મહિલા આયોગ અધિનિયમ-2002 અન્વયે ગુજરાત મહિલા આયોગ 2005થી કાર્યરત છે. મહિલાઓના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ આયોગનો મુખ્ય હેતું છે. મહિલાઓને મુળભુત બંધારણીય હક્કો અને અધિકારો તેમજ મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અને કાયદાઓ અંગે મહિલાઓને જાગૃત કરવાની કામગીરી કરવામાં આવે છે.ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે મહિલાઓમાં નારી અદાલતથી સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી શકાય તે હેતુસર વડનગર ખાતે યોજાયેલ નારી સંમેલનમાં ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ, જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય આશાબેન પટેલે જણાવ્યું હતું કે નારી સંમેલમાં વિવિધ માહિતી આપવામાં આવી હતી.જેમાં રાજ્ય કક્ષાએ 318 નારી સંમેલનોમાં 1, 60, 000 મહિલાઓ ભાગ લીધો છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ યોજાયેલ 118 કાયદા શિબિરોમાં 55 હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો છે. જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણએ જણાવ્યું હતું કે નારી સંમેલમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં 28 વિશ્વ વિધાલયોમાં મહિલા કાયદાકીય જાગૃત શિબિરોમાં 28 હજાર વિધાર્થીનીઓ જોડાઇ છે.મહિલાઓ ઉપર થતા અત્યાચારો સામે આયોગની લાલ આંખ છે તેમ જણાવ્યું હતું, અધિક કલેક્ટર વીણાબેન પટેલે નારી સંમેલનમાં આયોગનો હેલ્પ લાઇન નંબર 1800-233-1111 થી મહિલાઓને વાકેફ કરી હતી.

આ ઉપરાંત નારી દ્વારા નારી માટે અને નારીવાદી અભિગમ સાથે નારીઓને ન્યાય આપવા માટે ચાલતી પ્રક્રિયા નારી અદાલતથી પણ વાકેફ કરાઇ હતી. નારી અદાલત અંગે માહિતી આપતા જણાવવમાં આવ્યું હતું કે નારી અદાલતમાં 2012 થી 22771 કેસો મળેલા છે, જેમાંથી 22170 કેસોનો નિકાલ કરવામાં આવેલ છે.નારી અદાલત માટે વર્ષ 2020-21માં 600 લાખના બજેટની જોગવાઇ કરવામાં આવી હતી. નારી સંમેલનમાં કોરના વોરીયર્સ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વડનગર ટાઉનહોલ ખાતે યોજાયેલ નારી સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp