કેન્દ્રની મુસ્લિમ મહિલાઓને ભેટ, 2000 કરતા વધુ મહિલાઓ કરશે મહેરમ વિના હજ

PC: thesun.co.uk

કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીનુ કહેવુ છે કે, આવનારા વર્ષે બે હજારથી વધુ ભારતીય મહિલાઓ મેહરમ (પુરુષ અભિભાવક) વિના હજ પર જઈ શકશે. 2018માં આશરે 1300 મહિલાઓ મેહરમ વિના હજ પર ગઈ હતી. કેન્દ્રએ પુરુષ અભિભાવકો વિના મહિલાઓના હજ પર જવા અંગે લગાવવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવી લીધો છે. હજ સાથે સંકળાયેલા સંગઠનોના પ્રતિનિધિઓની બેઠકની અધ્યક્ષતા કરતા નકવીએ જણાવ્યુ હતુ કે, ભારતની હજ સમિતિને 2019માં હજ માટે આ વર્ષે અત્યાર સુધીમાં 2.23 લાખથી વધુ અરજીઓ મળી છે. જેમાં 47 ટકા મહિલાઓ છે. બે હજારથી વધુ મહિલાઓએ મેહરમ વિના હજ પર જવા માટેની અરજી આપી છે. હજુ આ સંખ્યા વધી શકે છે. 2018માં 1300 મહિલાઓ મેહરમ વિના હજ પર ગઈ હતી.

હજ માટે અરજી કરવાની પ્રક્રિયા 7 નવેમ્બરે શરૂ થઈ હતી અને 12 ડિસેમ્બરે તેની અંતિમ તારીખ છે. નકવીના જણાવ્યા અનુસાર, મેહરમ વિના હજ માટે અરજી કરનારી મહિલાઓને લોટરી પ્રણાથીથી છૂટ પ્રાપ્ત છે. તેમની મદદ માટે 100થી વધુ મહિલા હજ સમન્વયક અને હજ સહાયકોને રાખવામાં આવશે. સરકારે સરળ અને પારદર્શી બનાવવા માટે હજ પ્રક્રિયાને ડિજિટલ કરી દીધી છે. 2019 માટે અત્યારસુધીમાં 1.36 લાખ અરજીઓ ઓનલાઈન મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp