ઓવરવેઈટ ગર્લફ્રેન્ડને ફેમિલી સાથે મળાવવામાં અચકાતા બોયફ્રેન્ડ સાથે લીધો બદલો

PC: aajtak.in

અમેરિકાની કેલિફોર્નિયા શહેરમાં રહેતી સમન્થા રોલીએ ક્યારેય નહોંતુ વિચાર્યું હશે કે તેણે પોતાના વજનને લીધે ઘણી શર્મિંદગી ઉઠાવવી પડશે. પરંતુ આવું ત્યારે થયું જ્યારે સમન્થાને ખબર પડી કે તેના એક્સ બોયફ્રેન્ડે તેના પરિવાર સાથે તેની મુલાકાત એટલા માટે ન કરાવી હતી કારણ કે તેનું વજન ઘણું વધારે હતું. તેના બોયફ્રેન્ડે કંઈ પણ કહ્યા વગર તેની સાથે બ્રેક-અપ કરી લીધું હતું, જેના પછી સમાન્થાએ આ નેગેટીવીટીને પોતાની તાકાત બનાવીને 90 કિલો જેટલું વનજ ઓછું કર્યું હતું.

સમન્થા 30 વર્ષની છે. તે એક સિંગલ મધર છે અને કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીમાં રહે છે. સમન્થાનું વજન 165 કિલો હતું. તે પારંપારિક રીતે ઘણી વખત વજન ઓછું કરવાની કોશિશ કરી ચૂકી હતી પરંતુ અંતમાં તેણે પોતાના વજનથી છૂટકારો મેળવવા માટે ઓપરેશનનો સહારો લેવાનો નિર્ણય લીધો હતો. સમન્થાએ ગ્રેસ્ટીક સ્લીવ સર્જરી કરાવી હતી અને તેણે સોશિયલ મીડિયા પર પણ આ વાત કહી હતી કે વજન ઘટાડવાની યાત્રા તેના માટે ઘણી ચેલેન્જીંગ હતી.

તેણે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, 12 વર્ષની ઉંમરથી તે ડાયેટીંગ કરી રહી છે. મેં વજન ઘટાડવા માટે ઘણી દવાઓ લીધી હતી. તે સિવાય પણ ઘણી તરકીબો અપનાવી જેનાથી તેનું વજન ઓછું થતું હતું પંરતુ થોડા સમયમાં ફરીથી વધી જતું હતું. તેનું વજન વધારે હોવાને લીધે પણ બીજી ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તે પોતાની જાતને સંપૂર્ણ રીતે બદલવા માગતી હતી, આથી તેણે આ નિર્ણય લીધો હતો. ડેટીંગની દુનિયામાં તે પોતાને ફિટ કરી શકતી ન હતી આથી તેણે ફિટ કરવાનો નિર્ણય કર્યો હતો.

સમન્થાએ તેના એક્સ-બોયફ્રેન્ડ અંગે વાત કરતા કહ્યું હતું કે, મેં તેને બે વર્ષ સુધી ડેટ કર્યો હતો. તેણે ક્યારેય પોતાના મિત્રો અને પરિવાર સાથે મળાવ્યા ન હતા. અમારો સંબંધ ખતમ થઈ રહ્યો હતો અને તે કન્ફર્મ થયો હતો જ્યારે તેણે તેની પ્રોફાઈલમાં એક છોકરી સાથે ફોટો મૂક્યો હતો. તેણે બનાવ્યા વગર મારી સાથે બ્રેકઅપ કરી નાખ્યું હતું. ક્યાંકને ક્યાંક તેના બિહેવીયરને લીધે મને દુખ થતું હતું પરંતુ આ સંબંધમાંથી બહાર નીકળ્યા પછી હું પોતાની જાત પર ફોકસ કરી શકી, જે મારા માટે ઘણું પોઝીટીવ સાબિત થયું હતું.

મારા એક્સ પહેલા જેટલા પણ છોકરાઓ સાથે મેં ડેટીંગ કર્યું હતું તેઓ મારા વજનને લઈને કમ્ફર્ટેબલ ન હતા. જેને લીધે ધીમે ધીમે મારો આત્મવિશ્વાસ પણ ઓછો થઈ રહ્યો હતો. હું બાળપણથી લોકોને પ્રેરણા આપવા માગતી હતી અને મેં ક્યારેય એવું વિચાર્યું ન હતું કે વજન ઘટાડવાની કોશિશ કરી રહેલા લોકોને હું પ્રેરણા પૂરી પાડીશ. હું ઘણી વખત કોમ્યુનિટીમાં પોતાની વાત મૂકવાની કોશિશ કરું છું અને મારો અનુભવ શેર કરી લોકોને મોટિવેટ કરવાની કોશિશ કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp