ત્રણ અથવા વધુ બાળકો હોવા પર જલ્દી વૃદ્ધ થઈ જાય છે માતા-પિતાઃ રિસર્ચ

PC: justhomemaking.com

જો તમે બે કરતા વધુ બાળકોના પેરેન્ટ્સ છો તો તમે બે અથવા ઓછાં બાળકો ધરાવતા માતા-પિતાની સરખામણીમાં વધુ ઝડપથી ઘરડાં થઈ રહ્યા છો. કોલંબિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં દાવો કર્યો છે કે, 3 અથવા તેના કરતા વધુ બાળકો ધરાવતા માતા-પિતા પોતાની અસલ ઉંમરથી 6.2 વર્ષ વધુ વૃદ્ધ થઈ જાય છે. રિસર્ચમાં ઝડપથી વૃદ્ધ થવાનું કારણ બાળકોના ઉછેરની ચિંતા અને આર્થિક ભારને ગણાવવામાં આવ્યા છે. આ રિસર્ચ માટે વૈજ્ઞાનિકોએ યુરોપના હેલ્થ, એજિંગ અને રિટાયર્મેન્ટ સર્વેના ડેટાને એનલાઈઝ કર્યા. આ ડેટાબેઝમાં 65 વર્ષ અથવા તેના કરતા વધુ ઉંમરના હજારો લોકોના ડેટા હાજર છે. આ તમામ લોકો ઓછામાં ઓછાં બે બાળકોના પેરેન્ટ્સ છે અને યૂરોપના 20 દેશો અથવા ઈઝરાયલમાં રહે છે.

રિસર્ચના પરિણામ કહે છે કે, વધુ બાળકો હોવાથી માતા-પિતા પર પણ વધુ જવાબદારીઓ આવી જાય છે. વધતા તણાવ અને આર્થિક ભારના કારણે તેમની એજિંગ પ્રોસેસ ઝડપી બની જાય છે, જેને કારણે તેઓ જલ્દી વૃદ્ધ થઈ જાય છે. ફ્રાન્સની પેરિસ ડૌફીન યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. એરિક બોનસાંગના જણાવ્યા અનુસાર, પેરેન્ટ્સની કોગ્નિટિવ ફંક્શનિંગ પર ત્રણ અથવા તેના કરતા વધુ બાળકો હોવાનો નકારાત્મક પ્રભાવ પડે છે. કોગ્નિટિવ ફંક્શનિંગનો મતલબ માતા-પિતાની મેમરી, ફોકસ કરવાની ક્ષમતા, બુદ્ધિ, નિર્ણય લેવાની ક્ષમતા વગેરે છે. આ અસર પુરુષો અને મહિલાઓમાં એક જેવી જ હોય છે.

રિસર્ચર્સનું માનવુ છે કે, વધુ બાળકોના પેરેન્ટ્સનો ખર્ચો વધુ થાય છે, જેને કારણે તેમની ફેમિલી ઈન્કમ ઘટે છે. જે તેમને ગરીબી રેખાની નીચે પણ લાવી શકે છે. જીવનનું સ્તર એટલું નીચે જવા માંડે છે જેના કારણે તેમનું કોગ્નિટિવ ફંક્શનિંગ ધીમુ થવાની આશંકા રહેલી છે. આ ઉપરાંત, આરામ ના કરી શકવો અને મેન્ટલ હેલ્થને સારી બનાવવાની એક્ટિવિટીઝમાં સામેલ ન થવાના કારણે પેરેન્ટ્સ જલ્દી ઘરડા થઈ જાય છે.

રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે વૃદ્ધત્વમાં સોશિયલી એક્ટિવ રહેવા અને પોતાની સ્વતંત્રતા બનાવી રાખવા માટે કોગ્નિટિવ હેલ્થનું ધ્યાન રાખવુ જરૂરી છે. જોકે, બે કરતા વધુ બાળકો કોગ્નિટિવ હેલ્થ ખરાબ કરે છે, જેને કારણે સ્વાસ્થ્ય પર ખર્ચ વધે છે. વૃદ્ધોની કામ કરવાની ક્ષમતાને વધારવા અને હેલ્થકેરના ખર્ચને ઓછો કરવા માટે તેમની કોગ્નિટિવ હેલ્થ પર ધ્યાન આપવુ જોઈએ. હાલ, વૈજ્ઞાનિક એ પણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, લોકો પર એક બાળક હોવાની અથવા બાળક ના હોવાની કેવી અસર પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp