26th January selfie contest

પતિને છે ઊંઘમાં સેક્સ કરવાની બીમારી, મહિલાએ સંભળાવી આપવીતી

PC: reddit.com

સેક્સોમેનિયાથી પીડિત એક વ્યક્તિની પત્નીએ પોતાની મુશ્કેલીને દુનિયાની સામે રજૂ કરી છે. મહિલાએ એક પેરેન્ટિંગ ફોરમને જણાવ્યું છે કે, કઈ રીતે તેનો પતિ દુર્લભ સ્લીપ ડિસોર્ડરને પગલે ઊંઘમાં અજીબ હરકતો કરે છે અને જબરદસ્તી સેક્સ કરવાનો પ્રયત્ન કરે છે. મહિલા આશરે 10 વર્ષથી પોતાના પતિની સાથે રહે છે. મહિલાએ કહ્યું, ઊંઘમાં પતિની આવી હરકતો મને હેરાન કરી દે છે. જોકે, તે આવુ રોજ રાત્રે નથી કરતો. જ્યારે મારી આંખ ખુલે છે, તો તેનો હાથ મારી બોડી પર હોય છે. આંખ ખુલતા જ હું તેને જોરથી ધક્કો મારું છું જેને કારણે તેની ઊંઘ તૂટી જાય છે અને બધુ અટકી જાય છે.

સેક્સોમેનિયા એક એવો સ્લીપિંગ ડિસોર્ડર અથવા પેરાસોમનિયાનું રૂપ છે, જે કોઈ વ્યક્તિને ઊંઘમાં શારીરિક સંબંધ બનાવવા માટે મજબૂર કરે છે. સ્લીપિંગ ડિસોર્ડરના શિકાર પતિની આવી હરકતો જણાવતા મહિલાએ કહ્યું કે, ઊંઘમાંથી જાગ્યા બાદ ઘણીવાર હું પોતાને આપત્તિજનક સ્થિતિમાં જોઉં છું. તેની મારા પર ખરાબ અસર પડે છે, કારણ કે હું મારા પાર્ટનરને 10 વર્ષથી ઓળખું છું અને તેના પર વિશ્વાસ કરું છું. પરંતુ, આ બધુ થયા બાદ હું પોતાનો ઉપયોગ થયો હોય તેવુ અને અસુરક્ષિત અનુભવુ છું. પોતાના આ દુઃખને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે.

મહિલાએ કહ્યું- હું તેની આવી હરકતો વખતે એક અથવા બેવાર જગાડી ચુકી છું. તેના નજીક આવવાની આહટથી જ મારી આંખો ખુલી જાય છે. મહિલાની આપવીતી સાંભળ્યા બાદ પેરેન્ટિંગ ફોરમના યુઝરે તેને અલગ-અલગ પ્રકારની સલાહ આપી છે. એક યુઝરે મહિલાને રાત્રે રૂમમાંથી બહાર નીકળી જવાની સલાહ આપી. યુઝરે મહિલાને કહ્યું કે, હાલ તેણે પોતાને બચાવવાની જરૂર છે. એક યુઝરે લખ્યું, શું તારા પતિને આ બધુ યાદ રહે છે? મારા પતિને સેક્સોમેનિયાના દોરા પડતા હતા. પરંતુ, તેને એ ક્યારેય યાદ નહોતું રહેતું. જ્યારે અમે તે અંગે જાણકારી મેળવી તો તે મારા માટે ખૂબ જ ભયાનક હતું. તેમા મને દુષ્કર્મ જેવો અનુભવ થયો.

તેના પર પ્રતિક્રિયા આપતા મહિલાએ લખ્યું, એને કંઈ પણ યાદ નથી રહેતું. આ દુર્વ્યવહાર એ સમયે વધુ થાય છે, જ્યારે તે ઊંઘમાં વારંવાર પ્રયત્ન કરે છે અને હું તેનો અસ્વીકાર કરું છું. એક યુઝરે પતિને દોષ આપવાને ખોટું ગણાવ્યું. યુઝરે લખ્યું, મને લાગે છે કે કોઈ એવી ભૂલ માટે માફીની આશા રાખવી ખોટી છે, જેમા સામેવાળાને કંઈ યાદ જ ના હોય અને તે એના નિયંત્રણમાં જ ના હોય. તારે આ અંગે વાત કરવી જોઈએ અને તેને પ્રોત્સાહન આપનારા કારણો શોધવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp