પ્રેગનન્સીમાં પેટના બળે સૂવાની આદત સારી કે ખરાબ, જાણી લો

PC: meredithcorp.io

પ્રેગનન્સી દરમિયાન પેટના બળે સુવાનું જે-તે મહિલા માટે ખરાબ સાબિત થઈ શકે છે. પ્રેગનન્સીના મહિના જેમ-જેમ વધે છે તેમ-તેમ ગર્ભાશય મોટું થતું જાય છે અને ભારેપણાનો અહેસાસ થાય છે, જેથી પ્રેગનન્ટ મહિલાઓને સુવામાં મુશ્કેલી થાય છે.

ઘણી મહિલાઓને પેટના બળે સુવાનુ ગમતું હોય છે પરંતુ, ગર્ભાવસ્થા દરમિયાન આ સ્થિતિમાં સૂવાનું કમ્ફર્ટેબલ લાગતું નથી. બેબી બંપ નીકળવાને લીધે પેટના બળે સૂવું વધારે મુશ્કેલ થઈ જાય છે. મહિલાઓ પ્રેગનન્સીના પહેલા 3 મહિના દરમિયાન પેટના બળે સૂઈ શકે છે. ગર્ભાવસ્થાના બીજા ત્રણ મહિનામાં જલન થશે. પેટના બળે સૂવાથી પાચનક્રિયા ધીમી પડી જાય છે, જેને કારણે લાંબા સમય સુધી ખાવાનું પેટમાં રહે છે. તેને કારણે કબજિયાત અને એસિડીટીની સમસ્યા ઉદ્દભવે છે. ગર્ભાવસ્થાના ત્રીજા ત્રણ મહિનામાં બેબી બમ્પ એટલું વધી જાય છે કે પેટના બળે સૂવામાં મુશ્કેલી પડે છે.

જ્યારે તમને પેટના બળે સૂવામાં મુશ્કેલી થવા લાગે, ત્યારથી આ પોઝીશનમાં સુવાનુ બંધ કરી દેવું જોઈએ. તમે પ્રેગનન્સીના 16થી 18માં અઠવાડિયા સુધી પેટના બળે સૂઈ શકો છો. તેના પછી પેટ વધવા લાગતા તમને સૂવામાં મુશ્કેલી પડશે. કેટલીક મહિલાઓ માટે પેટ વધવાને લીધે પીઠના બળે પણ સૂવાનું અઘરું થઈ જાય છે. પીઠના બળે સૂવામાં પીઠનો દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને પાચન નબળું પડી જાય છે. પેટના વચ્ચેના ભાગમાં વજન વધારે વધવાને કારણે કરોડરજ્જુના હાડકામાં ખેંચાણ આવી શકે છે. જેનાથી પીઠનો દુઃખાવો થાય છે. તેનાથી બ્રેસ્ટમાં પણ વધારે દબાણ આવે છે જેને કારણે બ્રેસ્ટમાં દુઃખાવો થતો હોય તેવું લાગે છે.

જો ગર્ભાવસ્થા દરમિયાન સારી ઊંઘ લેવી હોય તો તમારે આખા દિવસમાં ભરપૂર પાણી પીવું જોઈએ અને રાતે સૂતા પહેલા વધારે પાણી પીવું ન જોઈએ નહીં તો તમારે વારંવાર ઊભા થવું પડશે. ગર્ભાવસ્થા દરમિયાન યોગ, બ્રિધિંગ કસરત અને મેટિડેશન કરવાથી તમારો તણાવ દૂર થશે અને ઊંઘ પણ સારી આવશે.

ગર્ભાવસ્થામાં સારી ઊંઘ માટે પ્રેગનન્સી પિલો અને સપોર્ટીવ તકિયાનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ઊંઘવામાં સરળતા રહેશે. મસાલાવાળી અને તળેલી વસ્તુઓ ઓછી ખાવી જોઈએ. રાતે સૂતા પહેલા તમારી પસંદગીનું સંગીત સાંભળવું જોઈએ. આ સિવાય પ્રેગનન્સીમાં વારંવાર સાઈડ બદલીને સૂવાને બેસ્ટ પોઝીશન માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp