ભાઇચારાનો સંદેશ આપવા સુફિયા કાશ્મીરથી કન્યાકુમારી સુધી દોડી

PC: facebook.com/sufiya.khan

ઘણીવાર કેટલાક લોકો પોતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવા સાઇકલ સવારી, બાઇક મુસાફરી, પદયાત્રા કરીને કે દોડીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે. એકતા, ભાઇચારો, શાંતિ અને સમાનતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવા અજમેરની રહેવાસી સુફિયા ખાન કાશ્મીર-કન્યાકુમારી સુધી દોડી હતી. તેને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.

રાજસ્થાનના અજમેરની રહેવાસી સૂફિયા ખાન અલ્ટ્રા રનર છે. તેમણે 87 દિવસોમાં 4035 કિમી દોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સુફિયા ખાન 87 દિવસોમાં કાશ્મીર-કન્યાકુમારી સુધી દોડી હતી. તેનું દોડવા પાછળનું ઉદ્વેશ્ય દેશના 22 શહેરોમા જવાનું અને લોકો સાથે મળીને શાંતિ, એકતા, ભાઇચારો અને સમાનતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનું હતું. હાલમાં જ તેમને ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ મળ્યું છે.

Finally its at home and its Officially Amazing. I am feeling so proud to received my Guinness World Records Certificate....

Posted by Sufiya Sufi Runner on Wednesday, 15 January 2020

સુફિયા ખાને જણાવ્યું હતું કે, દોડને 100 દિવસમાં પૂરો કરવાનો મારો ટારગેટ હતો, પરંતુ મેં આ લક્ષ્ય 87 દિવસમાં જ મેળવી લીધું. તેણે કહ્યું હતું કે, પોતાનું મિશન ‘રન ફોર હોપ’ દરમિયાન જે શહેરમાંથી પસાર થઇ ત્યાંના લોકોએ તેનું અભિવાદન કર્યું અને લોકો તેમની સાથે દોડ્યા પણ. સુફિયા ખાનના કહેવા અનુસાર તે એક એરલાઇન કંપનીમાં નોકરી કરતી હતી પરંતુ કેટલાક સમય પછી તેમણે નોકરી છોડી દીધી. નોકરી છોડવા પાછળનું કારણ એક જ હતું કે તે રનિંગ પર ધ્યાન આપી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp