માતા-પિતા બાળકને એકલો ઘરે મૂકીને ગયા હતા, એ પછી તેણે જે કર્યુ, જુઓ વીડિયો

PC: navbharattimes.indiatimes.com

બાળકને ઘરે એકલો મુકીને બહાર જતા પેરન્ટ માતે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. આજના યુગમાં લોકો વિભાજીત રહેતા હોવાને કારણે બાળકને સાચવવું મુશ્કેલ થઇ જતું હોય છે. પહેલા લોકો સંયુક્ત પરિવારમાં રહેતા હતા તો બાળક કયારે મોટું થઇ જતું હતુ, ખબર નહોતી પડતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જે એવા માતા પિતાની આંખ ખોલનારો છે, જે બાળકોને એકલા ઘરે મુકીને બહાર જતા હોય છે.

સોશિયલ મીડિયા પર એક બાળકનો વીડિયો સામે આવ્યો છે. બાળકના માતા-પિતા તેને ઘરમાં એકલો મૂકીને ચાલ્યા ગયા હતા, પાછળથી બાળકે ઘરની સ્થિતિ બગાડી નાંખી હતી. તેણે બધો રંગ પોતાના પર ઢોળી દીધો હતો અને ઘરમાં ઉથલપાથલ મચાવી નાંખી હતી. જો કે આ બાળક કોનું છે અને કયાનું છે તે વિગત જાણવા મળી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

બાળકોનો ઉપદ્ર્વ માતા-પિતા જાણતા હોય છે. તેમને ધીમે ધીમે ખબર પડી જતી હોય છે કે તેમનું સંતાન શું કરી શકે છે. પરંતુ ઘણી વખત સંજોગવશાત કે લાપરવાહીમાં પેરન્ટ બાળકને ઘરે એકલો મુકીને જતા હોય છે.

આ વિડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક ઘર સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આ વીડિયો બાળકની માતાએ શૂટ કર્યો છે. દિવાલ પર કરવામાં આવતો સફેદ કલરનો પેઇન્ટ બાળકે આખા ઘરમાં ફેલાવી દીધો હતો. આટલું જ નહીં, જ્યારે માતા-પિતા બંનેને પાછળથી બાળકને શોધવા ગયા ત્યારે બાળક બાથરૂમમાં સંતાઈ ગયો હતો. તે સ્નાન કરી રહ્યો હતો. માતા-પિતાએ બાથરૂમમાં જે દ્રશ્ય જોયું તે જોઇને ચોંકી ઉઠ્યા હતા, કારણકે બાળકે તેના આખા મોઢા પર વ્હાઇટ પેઇન્ટ લગાવી દીધો હતો. તેનો ચહેરો ઓળખવો મુશ્કેલ થઇ ગયો હતો એટલી હદ સુધી તેણે ચહેરા પર વ્હાઇટ પેઇન્ટ ચીતરી દીધો હતો.

સોશિયલ મીડિયા પર બાળકના વીડિયોને 97 હજાર વ્યૂઝ મળી ચૂક્યા છે અને લોકો આ વીડિયોને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. પરંતુ પેરન્ટ માટે આ ચેતવણીરૂપ બાબત છે. તમારા બાળકને ઘરે એકલા છોડતા પહેલા આ વાતનું ધ્યાન રાખજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp