111 કિલોની મહિલાએ કસરત કર્યા વગર ઘટાડ્યું 51 કિલો વજન, રોજ ખાતી હતી આ વસ્તુ

PC: Kc

વિજ્ઞાન પ્રમાણે, વજન ઓછું કરવા માટે શરીરની જરૂરત કરતા ઓછી કેલરી ખાવી અને ફિઝીકલ એક્ટિવિટી વધારવાની જરૂર હોય છે. પરંતુ આજના જમાનામાં ઘણા મોડર્ન ડાયેટ સામે આવ્યા છે અને લોકો પોતાની સુવિધા પ્રમાણે તેને ફોલો કરે છે. તેમાંથી કેટલાક ડાયેટ વજન ઓછું કરવામાં મદદ કરે છે. કેટલાંક સમય પહેલા એક મહિલાએ પોતાનું વજન 51 કિલો સુધી ઘટાડ્યું હતું. તેનું વજન પહેલા 111 કિલો હતું. જ્યારે તેણે પોતાના લગ્ન પહેલાનો ડ્રેસ પહેર્યો તો તે ફીટ ન થયો આથી તેને લાગ્યું કે તેણે વજન ઓછું કરવું જોઈએ. પછી શું, તેણે કોઈ પણ જાતની કસરત કર્યા વગર થોડાં સમયમાં જ પોતાનું 51 કિલો જેટલું વજન ઓછું કરી લીધું હતું.

વજન ઓછું કરનારી મહિલાનું નામ એલિસ બેલી છે, જે કેનેડાના ઓન્ટેરિયોની રહેનારી છે. જુલાઈ 2020માં તેનું વજન 111 કિલો હતું. પરંતુ તે સમયે તેને મહેસૂસ થઈ ગયું હતું કે તેણે વજન ઓછું કરવાની જરૂર છે કારણ કે, તેનું વજન કંટ્રોલ બહાર વધી રહ્યું હતું. પછી 39 વર્ષની એલિસે પોતાનું વજન ઓછું કરવા માટે ઘણા બધા મોર્ડન ડાયેટને ફોલો કર્યા પરંતુ તેનાથી તેના વજનમાં કોઈ ફરક પડ્યો ન હતો. એલિસે વજન ઓછું કરવા માટે કીટો ડાયેટનો પણ સહારો લીધો. એલિસના કહેવા પ્રમાણે, એવું કોઈ ડાયેટ નહતું, જેણે તેને વજન ઓછું કરવામાં મદદ કરી હોય. પરંતુ કીટો ડાયેટથી તેને વજન ઓછું કરવામાં મદદ મળી, જેમાં હાઈ ફેટ, લો કાર્બ અને મીડિયમ પ્રોટીન ફૂડ સામેલ હોય છે.

એલિસે કહ્યું કે, મેં કીટો ડાયેટ પહેલા ઘણા ડાયેટ ફોલો કર્યા હતા. પરંતુ જ્યારે મેં ઈન્ટરનેટ પર કીટો ડાયેટ અંગે જોયું તો તેને ફોલો કરવાનો નિર્ણય લીધો હતો. બીજા ડાયેટથી મારું વજન ઓછું થતું હતું પરંતુ તેને બંધ કરવાથી ફરીથી વજનવધી જતું હતું. પરંતુ જ્યારે મેં કીટો ડાયેટ શરૂ કર્યું, ત્યારથી મારું વજન સતત ઓછું થઈ રહ્યું છે. કીટો ડાયેટ દરમિયાન ઘણા ટેસ્ટી ફૂડને ડાયેટમાં સામેલ કર્યા. મને જે ખાવું હોય તે હું ખાતી હતી. પરંતુ એ વાતનું ધ્યાન રાખતી હતી કે તેમાં ફેટની માત્રા વધારે હોય. કસરત કર્યા વગર માત્ર કીટો ડાયેટ કરવાથી મારું વજન ઓછું થઈ રહ્યું હતું. હું ક્યારેય રનિંગ કરતી નથી પરંતુ હું ચાલવાનું પસંદ કરું છું અને મારા ડાયેટનું ધ્યાન રાખું છું, જેના પરિણામે આજે હું મારું 51 કિલો વજન ઓછું કરી શકી છું.      

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp